________________
કેવળી પ્રભુનો સાથ
વિભાગ પાસે આજ્ઞાધીનપણાની અમુક મર્યાદા હોવાના કારણે એમનું આજ્ઞાધીનપણું એમને ઉત્તર આપવાની આજ્ઞા આપતું નથી, પણ પરમાર્થ લોભ વધારે જગાડવાની આજ્ઞા કરે છે. આ પરમાર્થ લોભ થતાં એ પુદ્ગલનો સ્કંધ ગતિ પામી શ્રી ગણધર પ્રભુ પાસે જઈ એમને યોગ્ય આરાધનનું નિમિત્ત બની, કલ્યાણનાં પરમાણુનું દાન માગે છે. શ્રી ગણધરપ્રભુ પાસે ચાર જ્ઞાન, શ્રુતકેવળીપણું તથા લગભગ પૂર્ણાતિપૂર્ણ આજ્ઞાધીનપણું હોવાથી એ યોગ્ય માત્રાનાં કલ્યાણનાં પરમાણુનું દાન આપે છે. એ પરમાણુઓના સ્કંધ પૂર્વનાં પરમાણુઓ પર સ્થિર થઈ, છબસ્થ પરમેષ્ટિ ભગવંતના પૂરા પરમાણુ વિભાગને પૂર્ણ બનાવી આજ્ઞાધીનપણાની પૂર્ણતા કરાવે છે. શ્રી ગણધરનાં આ પરમાણુઓ ઉમેરાતાં તે સ્કંધમાં સમાન આજ્ઞાધીનપણું સમાન વીતરાગતા તથા સમાન કલ્યાણભાવનો ભાવરસ વ્યાપે છે. આ શક્તિ માત્ર ગણધર પ્રભુનાં કલ્યાણ પરમાણુઓમાં જ હોય છે. આ પરમાણુઓ અતિકલ્યાણકારી કેવી રીતે થાય છે, તથા આ પુદ્ગલ સ્કંધ પૂર્ણ પરમેષ્ટિ પાસે જાય ત્યારે શું પ્રક્રિયા થાય છે તે જાણવા યોગ્ય છે.
શ્રી પૂર્ણ પરમેષ્ટિ પરમાણુના સ્કંધમાં, સાધુસાધ્વી, ઉપાધ્યાય તથા આચાર્યના ઉત્કૃષ્ટ પરમાણુના સમૂહને શ્રી ગણધર પ્રભુ એમના શુભ અને શુધ્ધભાવના આધારે એ ત્રણે પરમેષ્ટિની વિભિન્નતા તથા તરતમતાને પોતાના સ્મૃહિત લોકકલ્યાણના ભાવરસને પૂર્ણ આજ્ઞાધીન બનાવી, એ રસ દ્વારા એ ન્યૂનતાને અધિક કરી સમાન કક્ષાએ લાવવાનું દુષ્કર કાર્ય કરે છે. “અહો! શ્રી ગણધર પ્રભુ! તમારાં કરુણા તથા વિનયભાવને નમસ્કાર છે. તમે તમારા આરાધ્યદેવ શ્રી અરિહંત પ્રભુની ઉત્તમ વાણી સર્વ જીવો યથાર્થ રીતે પામે એ શુભભાવથી સર્વ જીવોને (સાધુસાધ્વી, ઉપાધ્યાય તથા આચાર્યને) બળ આપી, પ્રભુની ઉત્તમ વાણીને ઝીલવા પાત્ર બનાવો છો, એ કાર્ય કરવા તમે તમારા અભિસંધિજ વીર્યને સ્વકલ્યાણ કરતાં પરકલ્યાણ માટે ફોરવો છો. તમારી આ ભાવનાને અમારા સમય સમયના ત્રણે કાળના નમસ્કાર હો.”
આ કરતાં પણ તમારી ગુરુ પ્રત્યેની વિનય ભાવના અને વિશેષ રુચે છે. લોકકલ્યાણ અને કરુણાની ભાવના જરૂર ઉત્તમ છે, પણ તમે જે સર્વ જીવોને અરિહંતના
૩૪