________________
3ૐ ગમય આણાય, આણાય ગમય ૩ૐ
હે પ્રભુ! જે કરુણાથી તમે અને શ્રી ગુરુએ આ કાર્યસિદ્ધિ આપી છે, એ જ ભાવના બળથી તમારી પાસે યથાર્થ આજ્ઞા પ્રેરિત, કલ્યાણ પ્રેરિત મહાસંવર માર્ગની અમે આરાધના માગીએ છીએ; જેથી પૂર્ણ પરમેષ્ટિ પરમાણુના યથાર્થ આજ્ઞાંકિત ઉપયોગ માટે યોગ્ય સમજણ, પુરુષાર્થ તથા કાર્યસિદ્ધિ તમારી કૃપાથી અને આજ્ઞાથી અમને મળી શકે. ધન્ય છે આ દ્રવ્ય! ધન્ય છે આ ક્ષેત્ર! ધન્ય છે આ કાળ! ધન્ય છે આ ભવ! અને ધન્ય છે આ ભાવ! હે પ્રભુ! આ પાંચે સમવાયની એકતા અમને સતત આપતા રહેજો, એ જ વિનંતિ છે.”
શ્રી ૐ રૂપી પૂર્ણાતિપૂર્ણ આજ્ઞાના ધારકની પરમ પૂર્ણ આજ્ઞાથી ‘ૐ ગમય આણાય, આણાયં ગમય ૐ” નો ઊંડાણથી વિચાર કરીએ તો તેમાંથી એક અપૂર્વ ભેદ સમજાય છે. શ્રી તીર્થંકર પ્રભુ પૂર્ણ થયા પછી, કલ્યાણનું કાર્ય ૐના માધ્યમથી જ કરે છે. તે શ્રી પ્રભુનાં આજ્ઞારૂપી ધર્મ અને આજ્ઞારૂપી તપના પુરુષાર્થનું સિંચન બતાવે છે. આ ૐરૂપ કલ્યાણમય વાણી જ્યારે છબસ્થ જીવો, તેમાં પણ ખાસ કરીને છબસ્થ પરમેષ્ટિ ઝીલે છે ત્યારે તેમના આત્માની અંદર એ ડૅમાંથી રૃરિત થતી એક અપૂર્વ આજ્ઞા ઉપજે છે. એ આજ્ઞાનું મહાભ્ય એ છે કે એ આજ્ઞા પાંચ સમવાયને અવધારી, આત્મિક શુદ્ધિથી પરમાર્થિક સિદ્ધિના ધ્યેયને સર્વોત્કૃષ્ટ શુદ્ધિથી સર્વોત્કૃષ્ટ સિદ્ધિના ધુવસ્થાન સુધી વિકસાવે છે. એ આજ્ઞાને જે જીવો યથાર્થરૂપે ઝીલે છે તે સર્વ જીવો પંચ પરમેષ્ટિ પદમાં સ્થાન પામે છે.
આમ “ ગમય આણાય' એટલે શ્રી તીર્થંકર પ્રભુની ૐમયી વાણીમાં જે જીવો આજ્ઞાને જુએ છે, જાણે છે, અવધારે છે, એ જ આજ્ઞા એમને ‘3ૐ'માં લઈ જાય છે. આણાયું ગમય 5' પરથી એક ગુપ્ત ભેદરહસ્ય શ્રી પ્રભુની કૃપાથી પ્રાપ્ત થાય છે કે પંચપરમેષ્ટિ ભગવંતના ૧૦૮ સ્થૂળ ગુણો છે. પણ એ ગુણોની પાછળ જો આત્મિક શુદ્ધિનો વિચાર કરીએ તો જણાય છે કે એ સર્વ જીવો શ્રી તીર્થકર પ્રભુની ૐમયી વાણીમાંથી આજ્ઞાતત્ત્વને શોધી, જાણી, અવધારી એ પોતાનાં કર્મબંધનનાં પાંચ કારણોને માત્ર પરમાર્થલોભ પ્રતિ અનુસરાવે છે. આથી આ વિરલા જીવોને શ્રી પ્રભુ પરમ ઇષ્ટ તરીકે ઓળખાવે છે. આ પરથી જણાશે કે પંચપરમેષ્ટિ ભગવંત
૩૧૩