________________
કેવળી પ્રભુનો સાથ
વ્યક્તિગત સાથમાં કવચ અમુક સ્થિતિ સુધી જ રહે છે, માટે જો જીવને એકધારા સર્વોત્કૃષ્ટ શુદ્ધિથી સિદ્ધિમાં આગળ વધવું હોય તો ‘ૐ ગમય આણાય, આણાયું ગમય ૐૐ' જેવું સર્વોત્કૃષ્ટ સાધન બીજું એક પણ નથી. માટે આ ૐૐના સાથમાં ની સિદ્ધિ પ્રાપ્ત થાઓ એ ભાવના સાથે અહીં પૂર્ણ કરું છું.
ૐ શાંતિઃ
‘ૐૐ ગમય આણાય, આણાયં ગમય ૐૐ' ની અપેક્ષાએ નવકારનું કવચ શ્રી નમસ્કાર મંત્ર
નમો અરિહંતાણં – સર્વ અરિ અર્થાત્ શત્રુઓને મિત્રમાં રૂપાંતરિત કરનાર અરિહંત પ્રભુ! અમે તમને ખૂબ ખૂબ ભક્તિસહિત વંદન કરીએ છીએ, અને આપને અમારાં મસ્તકનું રક્ષણ કરવા સવિનય વિનંતિ કરીએ છીએ. તમારી કૃપાથી અને આજ્ઞાથી અમારું મસ્તક સર્વ પ્રકારના વિભાવો અને દૂષિત વિચારોથી સુરક્ષિત બની, તમારી આજ્ઞાનુસાર વર્તતું થાય એ જ માગીએ છીએ. અહો ! જીવ સમસ્તનું કલ્યાણ ઇચ્છતાં ઇચ્છતાં સર્વ ઘાતીકર્મોથી મુક્ત થઈ, જીવ માત્રના પરમ મિત્ર થયેલા એવા વિભુ! અમને પણ તમારા જેવા પરોપકારી કરવા માટે સતત માર્ગદર્શન અને આજ્ઞા આપતા રહેશો એ વિનંતિ કરીએ છીએ. કદાચિત પૂર્વકર્મનાં અશુભ ઉદયને કારણે, અથવા તો અજ્ઞાન કે અબુઝતાને કારણે અમારાં આજ્ઞાપાલનમાં મંદતા આવે તો વિશેષ કૃપા કરી ફરીથી અમને આજ્ઞાધીન બનાવી, આશાનાં કવચમાં સુરક્ષિત કરી, અમારાં જ્ઞાન તથા દર્શનનાં આવરણો તોડાવી અમને શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનાં કૃપાપાત્ર બનાવશો; જેથી અમે પણ જીવ સમસ્ત માટે ઉત્તમ કલ્યાણભાવ વેદી, મોક્ષમાર્ગને યથાર્થતાએ અનુસરવા માટે ઉત્તમ પાત્ર થતાં જઇએ,અને અન્યને સાથ આપવા સમર્થ પણ થતા જઈએ.
નમો સિદ્ધાણં – સર્વ પ્રકારની સિદ્ધિને પ્રાપ્ત થયેલા શ્રી સિદ્ધ ભગવાન! અમે તમને પ્રેમભરિત ભક્તિસહિત વંદન કરીએ છીએ, અને અમારાં વદનનું પૂર્ણતાએ
૩૩૮