________________
ૐૐ ગમય આણાય, આણાયું ગમય ૐૐ
શ્રી અરિહંત પ્રેરિત પરમાણુ અન્ય છદ્મસ્થ પરમાણુ કરતાં જુદું છે તેમાં symmetry નથી. એનું કારણ એ છે કે અરિહંતના પરમાણુ એ વખતના પાંચ સમવાયની દ્રવ્યતા, ક્ષેત્રતા, કાળતા, ભાવતા અને ભવતાના આધારે ગોઠવણી કરે છે. અન્ય છદ્મસ્થ પ્રેરિત પરમાણુનું મુખ્યપણું શ્રી અરિહંત પ્રભુની આજ્ઞાની પૂર્ણતાના આધારે થાય છે; તેથી તેમાં symmetry – એકસમતા – હોય છે; માટે આ પરમાણુનું બંધારણ પલટાયા કરે છે. જે રીતે પાંચ સમવાયની સમવાયતા બદલાય છે તે રીતે. બીજી અપેક્ષાએ શ્રી અરિહંતના પરમાણુ ધર્મના સનાતનપણાને જાળવે છે, માટે જેની ખામી હોય તેને પૂરી કરે છે, એ કારણે લોક તેના મૂળરૂપ (absolute form) માં રહી શકે છે. પરિણામે ધર્મનું મંગલપણું જે ગણધરાદિ છદ્મસ્થ પરમેષ્ટિ જાળવે છે એ સમ (symmetrical) રહે છે, અને ચારેબાજુ પૂર્ણ પરમેષ્ટિનું પૂર્ણ ૐ આજ્ઞાકવચ રહે છે, જે ધર્મના સનાતનપણાને જાળવી રાખે છે. એમાં સયોગી કેવળી શાતા વેદનીય અને અયોગી કેવળી શાતા વેદનીયના બે પટ્ટા ઉપરના ભાગમાં હોય છે, અને તેનો નાનો પટ્ટો નીચેના ભાગમાં હોય છે. તેની વચ્ચેના ભાગમાં પંચપરમેષ્ટિનો પૂર્ણ પટ્ટો હોય છે. ઉપરનો શાતા વેદનીયનો પટ્ટો જાડો હોય છે, અને નીચેનો પાતળો હોય છે. આનું રહસ્ય એ છે કે ઉપરના પટ્ટાએ પંચપરમેષ્ટિને ઉપર ખેંચવાના હોય છે. અને નીચેના પટ્ટાએ ધક્કો મારવાનો હોય છે. આ પૂર્ણ પરમેષ્ટિ પ્રેરિત પૂર્ણ પરમેષ્ટિ પરમાણુની સમજણ ‘પૂર્ણ કલંક રહિત અડોલ દશા'ની વિચારણામાં વધારે આવશે.
૩૩૭
-
જે જીવ નો આધાર લઈ આગળ વધે છે, અને જે માત્ર સદ્ગુરુનો સાથ લઈ આગળ વધે છે એ બંને વચ્ચેનો તફાવત શ્રી પ્રભુ આપણને સમજાવે છે. જે જીવ વ્યક્તિગત સત્પુરુષનો સાથ લે છે એમની અમુક અંશ કે માત્રા સુધી પ્રગતિ થાય છે, તે પછીથી તેણે અન્ય મહાત્માનો સાથ લેવો જ પડે છે. જે પહેલેથી ૐનો સાથ લે છે એને પ્રત્યેક પ્રગતિના સ્થાનકે માંથી સાથ મળી રહે છે. સ૨ળતા, ભક્તિ, વિનય તથા આજ્ઞા એકબીજા સાથે બંધાયેલા છે, તેથી જીવને પ્રગતિ માટે બાંધવ જેવો સાથ મળ્યા કરે છે, અને જો વખતે પડવાઈ થાય તો આજ્ઞામાંથી વિનય આચરવો, વિનયમાંથી ભક્તિ આચરવી તથા વિનયમાંથી સરળતા આચરવી સહેલી બને છે.