________________
3ૐ ગમય આણાય, આણાયં ગમય ૐ
વિશાળ દરિયાવ દિલનો અહીં અનુભવ થાય છે. રાગથી રંગાયેલા જીવના અવગુણો પ્રતિ દૃષ્ટિ ન કરતાં, શ્રી પ્રભુ જીવને પોતા સમાન બનાવવા પરમ કરુણા બુદ્ધિથી આ માર્ગને ખુલ્લો કરે છે.
શ્રી ગણધરપ્રભુ પ્રેરિત પરમાણુને ગ્રહણ કરવા જીવમાં વિનય સાથે લોકકલ્યાણ પ્રેરિત મૈત્રી તથા મધ્યસ્થતાનું એકત્વ સમાય છે, ત્યારે એને અતિ ઉત્તમ એવા શ્રી ગણધર પ્રેરિત પૂર્ણ પરમેષ્ટિ પરમાણુનો લહાવો અનુભવાય છે. અહો પ્રભુ! આ અતિ ગૂઢ સમજણને અનુભવરૂપ ચારિત્રમાં વિભૂષિત કરાવો. એ જ આ તમારી દાસીરૂપ બાલિકાની માંગણી તથા વિનંતિ છે. અહીં છદ્મસ્થ પરમેષ્ટિનો વિભાગ પૂર્ણ થાય છે, હવે આપણે પૂર્ણ પરમેષ્ટિ ભગવંતના વિભાગ પ્રતિ વળીએ.
પૂર્ણ પરમેષ્ટિ અને છદ્મસ્થના પુરુષાર્થ વચ્ચે એક તફાવત નોંધનીય છે. છદ્મસ્થ જીવ લાગણી, મન-બુદ્ધિની વિવિધ કક્ષાએ પુરુષાર્થ કરે છે. પૂર્ણાત્મા યોગી રૂપે લાગણી, બુદ્ધિ તથા ચિત્તની એકતા તથા સમાનપણે આત્મારૂપે પુરુષાર્થ કરે છે. અયોગી રૂપે માત્ર પૂર્ણ આત્માપણે પુરુષાર્થ કરે છે. તેથી આ પુરુષાર્થને શબ્દદ્વારા સમજવો અતિ દુષ્કર છે. પરંતુ શ્રી પૂર્ણ વીતરાગ પ્રભુ, એમની અમૃતમય, અકથ્ય, અકથ્ય, સર્વ નય તથા અનેકાંતવાદથી ભરેલી વાણીથી જો એ દશાનું વર્ણન કરે તો એ વર્ણન વાણીની મર્યાદાને લક્ષમાં રાખ્યા પછી, તે પૂર્ણાતિપૂર્ણ વર્ણન બને છે. આ વર્ણનને સાંભળવા તથા જીવનમાં ઉતારવા આપણે યોગ્ય પાત્રતા કેળવીએ એ જ એક ઇચ્છુક જીવનું કર્તવ્ય થાય છે. હે જીવો! આ કથનને નિંદશો નહિ, કારણ કે આ કથન એ શ્રી અરિહંત વાણીના મહિમાની પ્રસાદી છે. એને નિંદશો તો શ્રી અરિહંત અને તેમની વાણીના નિંદક થઈ તમે અતિ બળવાન કર્મના કર્તા થશો.
શ્રી અરિહંત પ્રભુનો પુરુષાર્થ સરળતા, ભક્તિ તથા વિનયથી ઉપજતી આજ્ઞાના પુરુષાર્થમાં અનાદિ અનંત છે. (અહીં અરિહંતને બહુ વચનમાં ગણજો). આજ્ઞાથી શ્રી અરિહંત પ્રભુ લાગણી, બુદ્ધિ અને ચિત્તના પ્રત્યાઘાતોને એક કરી આજ્ઞાની આજ્ઞામાં રહે છે. આવી આજ્ઞામાં રહેવા માટે શ્રી પ્રભુ ક્યો ગુણ ખીલવે છે? જેનાથી આજ્ઞાની આજ્ઞા સફળ થાય છે! શ્રી પ્રભુની અને પરમ ગુરુની પરમ કરુણાથી ઉપજતી
૩૩૫