________________
ૐૐ ગમય આણાય, આણાયું ગમય ૐ
નિહાર કરે છે. નિહારમાં આહાર અને વિહાર કરતાં વધારે પુરુષાર્થનું ઊંડાણ છે, કારણ કે એક તો વધારાના ભાગને છોડી દેવાનો હોય છે, સાથે સાથે ઋણમુક્તિ પણ કરવાની હોવાથી તેમાં પોતાનો આજ્ઞારૂપી ભાવ૨સ ઉમેરવાનો હોય છે. આ બે કાર્ય કરવામાં જો કંઈ ભૂલ થાય તો ઉપયોગી વીર્યનો નકાર થતો હોવાથી નવા વીર્યને મેળવવાની અંતરાય બંધાય છે. અને બીજી બાજુ પોતાનો અપૂર્ણ આજ્ઞારૂપ ભાવરસ ઉમેરાતો હોવાથી તે પુદગલની શુદ્ધિ ઘટાડે છે. તેથી જે જીવો આ પરમાણુઓને ગ્રહણ કરે તેને ગે૨માર્ગે દોરવાનું તે નિમિત્ત બને છે. પરિણામે આ અપૂર્ણતાને પૂર્ણ કરવા શ્રી ગણધર પ્રભુને વિશેષ વીર્યનો ઉપયોગ કરવો પડે છે; જેનાથી નવાં પરમાણુ પૂર્ણ કરવામાં અંતરાય આવે છે. આ બધા કારણોને લીધે એ જીવ પૂર્ણ પરમેષ્ટિ પરમાણુની શુદ્ધિ પામ્યા પછી સંસારી સ્પૃહાના કારણે અપૂર્ણ આશારસ ઝરાવે તો બળવાન પરમાર્થ અંતરાય બાંધે છે, માટે નિહાર કરવા જીવે સરળતા, ભક્તિ અને વિનયનો પુરુષાર્થ રૂપે ઉપયોગ કરી, આ ત્રણ ગુણોથી ઉત્તમ ક્ષમા, માર્દવ, આર્જવ તથા શૌચને કેળવી, આજ્ઞાથી આજ્ઞાની પૂર્ણતા કરી, આજ્ઞારસને પોતાની યોગ્યતા અનુસાર અને આજ્ઞાધીન થઈ ઝરાવવાનો હોય છે. જેથી પૂર્ણ આજ્ઞારસથી બંધાયેલા આ પરમાણુ બનાવી એ જીવ ઋણમુક્તિ મેળવવા સાથે બળવાન પરમાર્થ પુણ્ય બાંધે છે. આ પુણ્યથી એ જીવ ફરીથી આવા અને વધારે સંખ્યાના પૂર્ણ પરમેષ્ટિ પરમાણુનો આહાર, વિહાર તથા નિહાર કરવાનું સુભાગ્ય મેળવે છે. આ માર્ગ સાદિ અનંત બની જીવને આત્મિક શુદ્ધિથી ૫૨માર્થિક શુદ્ધિ અને સર્વોત્કૃષ્ટ શુદ્ધિથી સર્વોત્કૃષ્ટ સિદ્ધિ રૂપ ‘ૐૐ ગમય આણાય, આણાયં ગમય ૐ' ના સાધન દ્વારા શાશ્વત સુખને સદાકાળ માટે માણવાનો સુઅવસર પ્રાપ્ત કરાવે છે. “અહો! પંચ પરમેષ્ટિરૂપ ના ધારક! તમારી આ દાની વિશાળતા રૂપ ગંભીર ગૂઢ કાર્યને અતિ અતિ શુધ્ધ ભાવે વંદન કરીએ છીએ.”
“શ્રી ની આજ્ઞાથી, પંચ પરમેષ્ટિના પૂર્ણ પરમાણુના સાથથી, હે ૐ મને તમારી આજ્ઞામાં ક્રમિક સર્વોત્કૃષ્ટ વિકાસ કરાવો, શુદ્ધિ આપો, સિદ્ધિ આપો જેથી ‘ૐૐ ગમય આણાય, આણાયં ગમય ૐ'ની પૂર્ણાતિપૂર્ણ શુદ્ધિ તથા સિદ્ધિ મળે.”
૩૧૯