________________
કેવળી પ્રભુનો સાથ
આજ્ઞા છે, અને જ્યાં આજ્ઞા છે ત્યાં ૐૐ છે. માટે શ્રી પ્રભુએ કહ્યું છે કે ‘ૐ ગમય આણાય, આણાયં ગમય ૐ'. આ બનતા વર્તુળથી આજ્ઞા અનાદિ અનંત થાય છે અને ધર્મ પણ અનાદિ અનંત રહે છે.
શ્રી આચાર્યજી ચારિત્રની વિશુદ્ધિ દ્વારા ધર્મની સ્થાપના કરવા માટે સતત પુરુષાર્થી હોય છે. પણ એ પુરુષાર્થ કોઈ વાર સફળ અને કોઈ વાર અફળ થાય છે. આ સફળતા કે નિષ્ફળતા આવવા માટેનું કારણ એ છે કે, આચાર્યજી વીતરાગતાના તાણેવાણે રમતા હોય છે, તેમ છતાં તેમને સફ્ળતાનો કેટલાક અંશે ગમો અને નિષ્ફળતાનો કેટલાક અંશે અણગમો થતો હોય છે. આને લીધે વર્તમાન સાનુકૂળ સ્થિતિ માટે સ્પૃહા તથા પ્રતિકૂળ સ્થિતિ માટે અનિચ્છાની સ્પૃહા હોવાથી છદ્મસ્થતામાં પુરુષાર્થની તરતમતા થાય છે. પરંતુ આ ચડાણ અને ઊતરાણ વચ્ચે તેઓ જે જુદા જુદા ભાવ કરે છે તે એમના ભાવિ પુરુષાર્થની ગતિ તથા તીક્ષ્ણતા નક્કી કરે છે. જે જીવ આ ખાલી જગ્યામાં કર્મના સંવરનો ભાવ રાખે છે તે જીવ સંવર પ્રેરિત મહાસંવર માર્ગને આચરે છે, જે જીવ એ જગ્યા વચ્ચે ગુણની વૃદ્ધિનો ભાવ કરે છે એ કલ્યાણ પ્રેરિત મહાસંવર માર્ગને આચરે છે. આમ વિનયની ખીલવણી સાથે જીવ બે પ્રકારના માર્ગનું આરાધન કરી શકે છેઃ સંવર પ્રેરિત મહાસંવર માર્ગ કે કલ્યાણ પ્રેરિત મહાસંવર માર્ગ.
જે જીવ સંવર પ્રેરિત મહાસંવર માર્ગથી વિનયગુણને ખીલવે છે તે આચાર્ય પ્રેરિત ૫૨માણુનો આશ્રવ વધારે કરે છે. જે કલ્યાણ પ્રેરિત મહાસંવર માર્ગથી વિનયગુણને ખીલવે છે તે ગણધર પ્રેરિત પરમાણુનો આશ્રવ કરે છે. ગણધર પ્રેરિત પરમાણુઓમાં પુરુષાર્થની તીક્ષ્ણતાની સમાનતા વધારે હોય છે (consistency). અને આચાર્ય પ્રેરિત પરમાણુમાં પુરુષાર્થની તીક્ષ્ણતાનું તરતમપણું વધારે હોય છે. આ કથનને સમજવા શ્રી ગણધર પ્રેરિત પરમાણુનું બંધારણ જાણવું જરૂરી છે.
શ્રી પ્રભુ તથા શ્રી ગુરુની કૃપાથી આ પરમાણુના બંધારણની સમજણ બોધરૂપ દાનથી પ્રાપ્ત થાય છે.
૩૩૨