________________
ૐૐ ગમય આણાય, આણાયું ગમય ૐૐ
સિધ્ધના પરમાણુ માટે જગ્યા થાય છે. સાધુસાધ્વીના ખંડમાં પરમાણુઓ સ્થૂળ હોય છે એટલે એ પરમાણુઓની વચ્ચે અપેક્ષાએ વધારે જગ્યા હોય છે. તેથી તેમાં વીર્યનું ઘટ્ટપણું ઓછું હોય છે. અર્થાત્ તે વીર્ય પતલું હોય છે. ઉપાધ્યાયજીના વિભાગમાં ચોકડી હોય છે, એટલે જગ્યા થોડી ઓછી થાય છે. આચાર્યના ખંડમાં પરમાણુઓ સૂક્ષ્મ થતાં હોવાથી પુરુષાર્થની વર્ધમાનતાને કારણે વીર્યનું પણ ઘટ્ટપણું સર્જાય છે. શ્રી ગણધરના ભાગમાં આચાર્યજીનાં સૂક્ષ્મ પરમાણુઓ સાથે શ્રી અરિહંત જેવા viscous વીર્ય પુદ્ગલની લાહી (paste) નું મિશ્રણ હોય છે. અરિહંતના વિભાગમાં viscous paste રૂપ વીર્ય પુદ્ગલ સોનેરી બને છે, અને સિધ્ધના વિભાગમાં માત્ર રૂપેરી, પારદર્શક અને અતિ બારીક છતાં તે (semi-solid/liquid/gaseous) ઘન, પ્રવાહી અને વાયુના મિશ્રણ રૂપ પડ થાય છે. આ રચનાનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવાથી જણાય છે કે ચારિત્ર વિશુદ્ધિ અને આજ્ઞાધીનપણું કેળવવા માટે સંજ્ઞા પર કાબૂ તથા આજ્ઞારૂપી પુરુષાર્થથી ની પ્રાપ્તિ માટે લક્ષગત ઉપયોગ રાખવો તે મુખ્ય પીઠબળ છે.
આ પરમાણુમાં પરમેષ્ટિના ભાંગા વધારે સ્થૂળ તથા સ્પષ્ટ થતા જાય છે. અને જીવને પ્રેમામૃતમાં લીન રાખી, આજ્ઞારૂપી કલ્પવૃક્ષમાં સ્વભાવસિદ્ધિ અને શુદ્ધિરૂપ ફળ ચખાડી, સંસાર માટે અનાદિકાળથી સેવેલી અતિ ગાઢ સુખબુદ્ધિ માટે ગરમ તથા ઠંડા આજ્ઞારસરૂપ સુધારસથી એ અનાદિ સાંત ટેવને સાંતપણું દેખાડી, શાંત કરી, સંસાર ઉપર ધર્મનાં સનાતનપણારૂપ તથા મંગલપણારૂપ વિજય ઘોષણાનો શંખ વગાડે છે. અહો! કેવી ધન્યતા! કેવી અપૂર્વતા! આ ૐૐ નાદરૂપ પૂર્ણ પરમેષ્ટિ પરમાણુમાં છે કે એ પોતાના જ, સંસારવૃદ્ધિ કરનાર પરમાણુરૂપ ભાઈબંધને, ધર્મને ટકાવવા આત્મા દ્વારા નાશ કરાવે છે! જ્યાં ધર્મ છે ત્યાં મંગલ છે, જ્યાં મંગલ છે ત્યાં સનાતનપણું છે. જ્યાં સનાતનપણું છે ત્યાં સમાધિ છે, જ્યાં સમાધિ છે ત્યાં સહજપણું છે, જ્યાં સહજપણું છે ત્યાં સુખ છે, અને જ્યાં સુખ છે ત્યાં સહજ છે, જ્યાં સહજ છે ત્યાં સમાધિ છે, જ્યાં સમાધિ છે ત્યાં સનાતનપણું છે, જ્યાં સનાતનપણું છે ત્યાં મંગલપણું છે, જ્યાં મંગલપણું છે ત્યાં ધર્મ છે. આ જ નિયમથી જ્યાં ૐ છે ત્યાં
૩૩૧