________________
3ૐ ગમય આણાય, આણાયં ગમય ૐ
“ગજા વગર ને હાલ મનોરથ રૂપ જો” આ લીટીમાં સરળતાથી જોયેલા મોક્ષમાર્ગને આરાધવા માટે પોતાના વીર્યની અપૂર્ણતાનો સ્વીકાર દેખાય છે. છતાં તે પદ મેળવવાની તમન્નાને લીધે, જેના આધારે આ પદ મેળવી શકાય છે તેમના પ્રતિનો ભક્તિપૂર્ણ ઝોક અહીં જણાય છે, અને તેની સ્પષ્ટતા આ પછીની પંક્તિમાં થાય છે.
“તો પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો” આ વિધાનથી, પોતાનાં હીનવીર્યની પૂર્ણ સભાનતા હોવા છતાં પ્રભુ કૃપાથી આ માર્ગે સફળતા મળવાની જ છે તેવો રણકાર અને નિર્ણય અનુભવવા મળે છે. અને એ દ્વારા સરળતાભરી ભક્તિ ઉચ્ચસ્વરૂપ પ્રાપ્ત કરે છે, ત્યારે તેમાં વિનય કેવી ઉત્તમતાએ વ્યક્ત થાય છે તેનું બળવાન દૃષ્ટાંત આપણને મળે છે.
પ્રભુ આજ્ઞાએ થાશું તેજ સ્વરૂપ જો” આ ચોથા ચરણમાં સરળતાવાળી ભક્તિને કારણે વિનય સક્રિય બનતાં આજ્ઞાનો સાથે કેવો અનિવાર્ય છે તે સ્પષ્ટપણે સમજાય છે. જ્યારે જીવ સરળતાભરી ભક્તિથી વિનયી થઈ પ્રભુની આજ્ઞામાં લીન થઈ સતત વર્તતો રહે છે ત્યારે તે ‘તે જ સ્વરૂપ” અર્થાતુ પોતાનું મૂળ રૂપ અગર ‘તેજ સ્વરૂપ અર્થાત્ તેજોમય આત્મસ્વરૂપની પ્રાપ્તિ થાય છે, આ નિશ્ચય રાખી, એ જ રીતે વર્તવાનો નિર્ણય આ પંક્તિમાં જોવા મળે છે.
આમ તો આ ચારે પંક્તિઓ એકરૂપે વિચારીએ તો સરળતા, ભક્તિ, વિનય તથા આજ્ઞા એ ચારે ગુણો એકરૂપ બની સર્વત્ર વેરાયેલા છે. પરંતુ ગુણોની વિશેષ સમજણ માટે પંક્તિદીઠ ગુણોની સમજણ લીધી છે.
સરળતા, ભક્તિ, વિનય તથા આજ્ઞાના સુમેળથી જીવ પૂર્ણ પરમેષ્ટિ પરમાણુઓનો આહાર, વિહાર તથા નિહાર યોગ્ય રીતે કરી શકે છે. આ ત્રણેનો – તેની પ્રક્રિયાનો યથાર્થ વિચાર કરવો હોય તો આહાર, વિહાર તથા નિહારની લાક્ષણિકતા સમજવી જોઈએ.
આહારમાં પરમાણુ ગ્રહણ કરવાના ભાવ છે. વિહારમાં પરમાણુની ગતિના ભાવ છે, અને નિર્જરામાં વપરાયેલા પરમાણુના ત્યાગનો ભાવ રહે છે. આહારમાં
૩૧૭