________________
ૐ ગમય આણાય, આણાય ગમય ૐ
અને ઝીણવટભર્યા ભાવ એને સરળતાના ગુણને લીધે સતત થતા હોય છે. એક બાજુની આ ભાવની તીવ્રતા અને બીજી બાજુની પુરુષની વીતરાગતા, અર્પણતા, પ્રેમ, શ્રદ્ધા એનામાં ભક્તિનો એક સેતુ બાંધે છે. એ જ સરળતાના ગુણને કારણે એનામાં અપૂર્વ શ્રદ્ધા સદૈવ, સદ્ગુરુ અને સત્કર્મ પ્રતિ ઉપજે છે. શ્રદ્ધા થવાના મૂળમાં સરળતાના ગુણ પ્રેરિત, પોતાના સર્વ દુર્ગુણો અને કર્મથી નિવૃત્તિ કરાવનાર સપુરુષની પરમ શાંત, અનુભવથી રંગાયેલી અડોલ સ્થિતિની અનુભૂતિ પ્રાપ્ત થાય છે. પરંતુ જે જીવ કર્મના વિપાકભાવ તથા પરિણામને સતત ધિક્કારતો રહે છે, એ જીવ આરંભમાં કર્મ અને દુ:ખનો સંવર કરવાના ભાવ રાખે છે. સંવરની આ ગર્ભિત ભાવનાથી તે શ્રી પ્રભુ પાસે એમણે આચરેલા ઉત્તમ, સનાતન તથા મંગલમય ધર્મની માંગણી કરે છે. ભક્તિરૂપ અમૃતને પામવા માટે પ્રાર્થના, વિનંતિ તથા માંગણી એ ઉત્તમ સાધનો છે. આવી ભક્તિ જીવને મુખ્યત્વે બે ગુણથી પ્રાપ્ત થાય છે: ૧. સરળતાથી સંજ્ઞાની વિચારણાનું ઊંડાણ વધતાં યથાર્થ પ્રશ્નો કરવાનો ગુણ. ૨. એ પ્રશ્નનું સમાધાન મેળવવા માટે, સરળતાના ગુણની સહાયથી સમાધાન આપી શકે તેવી યોગ્ય વ્યક્તિની ઓળખ કરી, તેની સમક્ષ અતિ નમતાથી છતાં ભાવથી ભરપૂર પ્રાર્થના, વિનંતિ તથા માંગણી કરવાનો ગુણ.
આ કાર્યમાં સહજપણે જીવ માનભાવ તોડે છે. અને પરમાર્થ લોભ વધારે છે. પરમાર્થ લોભ વધતાં, જીવ વધારે ને વધારે વિચક્ષણ તથા વિચારવાન થાય છે, અને આમ થવાથી તે અસ્વચ્છંદી તથા અપ્રમાદી થતો જાય છે. આવી આજ્ઞાધીન વર્તનાથી એનામાં અન્ય જીવો માટેની કલ્યાણભાવના વધતી જાય છે, કારણ કે તેઓ એમના આરાધ્યદેવ, ગુરુ તથા સત્પષની વર્તનાને ગ્રહણ કરવા ઇચ્છતા હોય છે. આ સર્વ ગુણોની પ્રાપ્તિ થતાં એનામાં ઉદયગત કર્મો સામે સમસ્થિત તથા સમાધિસ્થ રહેવાની આચરણા આવતી જાય છે. પરિણામે તે પૂર્વકૃત કર્મોની અપૂર્વ નિર્જરા તથા નવાં કર્મોનો અપૂર્વ સંવર કરી શકે છે. આ માર્ગને શ્રી જિનપ્રભુ સંવર પ્રેરિત મહાસંવર માર્ગ તરીકે ઓળખાવે છે. આ માર્ગે જીવમાં ઉપાધ્યાયજીનો મુખ્ય (ધ્રુવ) ગુણ ‘શ્રદ્ધા કેરી ભક્તિ' આવતાં તે ઉપાધ્યાય પ્રેરિત પૂર્ણ પરમેષ્ટિ
૩૨૫