Book Title: Kevali Prabhuno Sath Volume 04
Author(s): Saryu Rajani Mehta
Publisher: Shreyas Pracharak Sabha

View full book text
Previous | Next

Page 352
________________ 3ૐ ગમય આણાય, આણાયં ગમય ૐ ઉપાધ્યાય પ્રેરિત પૂર્ણ પરમેષ્ટિ પરમાણુમાં શાતા વેદનીયનો ભાગ ઘટે છે, જેથી પરમેષ્ટિનો ભાગ સૂમમાંથી સ્થૂળરૂપમાં આવે છે. તેથી તેમાં વિસ્તૃતિકરણની (magnification) જરૂર રહેતી નથી. શ્રી સાધુસાધ્વી પ્રેરિત પરમાણુમાં જે અણુઓ ઊભા હતા તે ઉપાધ્યાયજી પ્રેરિત પરમાણુમાં આડા થાય છે; કારણ કે તે ઉપાધ્યાયના ભાગ પ્રતિ ભક્તિ વેદે છે. પહેલામાં એ ધર્મના પ્રણેતા હોય છે. (ઊભા હોય છે). કારણ કે એ શાતા વેદનીય કરતાં વધારે વીર્યવાન હોય છે. પણ ઉપાધ્યાય પ્રેરિત પરમાણુમાં એ ઉપાધ્યાયનાં પરમાણુ પ્રતિ ભક્તિ વેદે છે, એટલે એ સૂતા (આડા) બને છે. ઉપાધ્યાયનાં પરમાણુ criss cross માં હોય છે કારણ કે તેનામાં ભક્તિ સાથે કલ્યાણની ભાવના સમાન વેગથી ચાલતી હોય છે. આ કારણથી તેનામાં criss cross આકાર આવે છે. આમાં વચ્ચે જે જગ્યા રહે છે તેમાં ભક્તિ પ્રેરિત વીર્ય પૂરાય છે. આ પરમાણુઓમાં આચાર્યજી, અરિહંત તથા સિધ્ધનો ભાગ અક્રિય હોય છે, કારણ કે જે ભાવ આને સક્રિય કરે છે તેની હજુ સુધી ગેરહાજરી હોય છે. પણ તે ભાગ ત્યાં જ હોય છે, કેમકે તેના રહેવાથી ધર્મનું સાતત્ય જળવાય છે. જીવ ભક્તિનાં સક્રિય વેદનમાં અક્રિયપણે વિનય અને આજ્ઞાનાં બીજાંકુર પામે છે, બીજી અપેક્ષાથી શ્રી અરિહંત પ્રભુ, સિદ્ધ પ્રભુ અને આચાર્યજીએ શ્રી ઉપાધ્યાયજીના ધુવ ગુણ ભક્તિનો ઉપયોગ કરી પોતાની સિદ્ધિ પ્રાપ્ત કરી હોય છે. તેથી એ ઋણની મુક્તિ માટે તેઓ બધાનાં પરમાણુઓ અક્રિયપણે ત્યાં વસી, ઉપાધ્યાયજીને વિનય તથા આજ્ઞા પ્રતિ આગળ વધવા પ્રેરણા આપે છે. આમ પરમાણુના દરેક ભાગમાં પરમપૂર્ણ આજ્ઞાને વણાવી લેનાર શ્રી અરિહંત પ્રભુની એ અપૂર્વ રત્નત્રયની આરાધનાને ભક્તિ વિનયપૂર્વક સાષ્ટાંગ નમસ્કાર હો. પરમ ૐ રૂપી વીતરાગ આચરણમાં ચડતા ક્રમમાં આરૂઢ રહેનારા શ્રી અરિહંત આદિ સર્વ પંચપરમેષ્ટિ ભગવંત તથા સત્પરુષના પરમ આશિષના કવચમાં રાખી હે પ્રભુ! અમને સર્વોત્કૃષ્ટ શુદ્ધિ તથા સિદ્ધિ આપો. શ્રી ઉપાધ્યાયજી પ્રેરિત પૂર્ણ પંચપરમેષ્ટિ પરમાણુને સાધક જ્યારે સરળતા સાથે ભક્તિરૂપ મહાગંભીર પુરુષાર્થને વધારવા પોતાની સંજ્ઞાનો ઉપયોગ કરી, જે ૩૨૭

Loading...

Page Navigation
1 ... 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402