________________
કેવળી પ્રભુનો સાથ
સહુથી વચલા ભાગમાં અરિહંત તથા સિદ્ધની એક બારીક પટ્ટી હોય છે. એના ઉપર એનાથી વધારે મોટી આચાર્યની પટ્ટી, એને તેના ઉપર ઉપાધ્યાયજીની પટ્ટી હોય છે. અને એના ઉપર મુખ્યત્વે સાધુસાધ્વીના ગુણ આજ્ઞારસરૂપ પૂર્ણ પરમાણુ આવે છે. વખતે વિચાર આવે કે જીવ સાધુસાધ્વીરૂપ સરળતાના ગુણના વેદનથી આ પરમાણુ ખેંચે છે, તો એમાં અન્ય પરમેષ્ટિ પ્રભુનાં પરમાણુઓ કેવી રીતે સ્થાન પામે છે? શ્રી પ્રભુની કૃપાથી સમજાય છે કે આજ સરળતાના ગુણની ઉત્પત્તિથી ઉપાધ્યાયજી ઉપાધ્યાય થયા, આચાર્યજી આચાર્ય થયા, અરિહંત પ્રભુએ અરિહંતપણું પ્રાપ્ત કર્યું, અને સિધ્ધપ્રભુએ સિદ્ધિ પ્રાપ્ત કરી. આની ઋણમુક્તિ અર્થે તેઓ પોતાના ગુણોનો આજ્ઞારસ આ પરમાણુઓમાં ભરે છે. જેથી આ પરમાણુને જે જીવ ગ્રહણ કરે છે તેને વખતે ઉપાધ્યાયના ગુણો, આચાર્યજીના ગુણો તથા અરિહંત તેમજ સિધ્ધના ગુણોની પ્રાપ્તિ થઈ શકે છે. આ ગુણોની પ્રાપ્તિ થતાં તેઓ સર્વ ઋણમુક્ત થતા જાય છે. આમ ધર્મનું મંગલપણું અને સનાતનપણું અનાદિ અનંત થાય છે.
સરળતાનો ગુણ આવતા જીવ જાણે છે કે પોતે કેટલો પરતંત્ર છે. એની પરતંત્રતા છે પંચાસ્તિકાય પ્રતિની, પોતાના વિભાવ પ્રતિની, સ્થિતિ સંજોગ પ્રતિની, નિમિત્ત પ્રતિની વગેરે વગેરે. પરંતુ જ્યારે એને અરિહંત પ્રભુ આદિ પંચપરમેષ્ટિ તથા પુરુષોની મુખમુદ્રામાં તથા આચરણમાં સ્વતંત્રતાની ગરિમા ઉત્તરોત્તરપણે છલકાતી જોવામાં આવે છે ત્યારે એની સંજ્ઞાને લીધે એને પ્રશ્ન ઉદ્ભવે છે કે, “હું તો પરતંત્ર જ છું, તો મારા જેવા જ આ આત્માઓ પંચાસ્તિકાય, વિભાવ, સ્થિતિસંજોગ આદિ વચ્ચે કેવી રીતે સ્વતંત્ર રહે છે? એમનામાં એવી કઈ આચરણા છે કે આ સર્વ બંધનકારક પરતંત્ર બનાવનાર નિમિત્તો વચ્ચે પણ તેઓ સ્વતંત્ર તથા સ્વાધીન રહી શકે છે! એમનાં નિ:સ્વાર્થ પ્રેમ, અડગ શ્રદ્ધા તથા અપૂર્વ અર્પણતા અન્ય જીવ કરતાં સાવ વિપરીત જણાય છે. વળી તેઓ જગતજીવોથી વિપરીતપણે વર્તતા હોવાથી જગતજીવોની જેમ અસ્થિર નથી, સ્થિર જ રહે છે. તો એમનામાં કંઈક એવું હોવું ઘટે કે જેનાથી તેઓ અસાર સંસારી સાથને સહજતાએ છોડી, પરમ સુખરૂપ સમાધિમાં વસી શકે છે. આવા ઉગ્ર
૩૨૪