________________
3ૐ ગમય આણાય, આણાયં ગમય ૐ
શ્રી તીર્થકર પ્રભુ કાળને પ્રાધાન્ય આપીને કલ્યાણભાવ વેદે છે, અને શ્રી ગણધર પ્રભુ ભાવને પ્રાધાન્ય આપીને કલ્યાણભાવ વેદે છે. જ્યાં કાળને પ્રાધાન્ય અપાય છે ત્યાં તેઓ પોતે કલ્યાણભાવને ધરનાર જીવોની શક્તિને લક્ષમાં રાખી કલ્યાણભાવને ખેંચે છે, તેઓ ભાવથી નિસ્પૃહ હોય છે. ગણધર પ્રભુ ભાવમાં સસ્પૃહ છે, એ કારણે તેઓ પોતાના લોકકલ્યાણના ભાવને પ્રાધાન્ય આપે છે. તે પરથી પૂર્ણ પરમેષ્ટિ પરમાણુના આહાર, વિહાર અને નિહારની પ્રક્રિયા સમજવાનું સુગમ થાય છે.
આ પ્રક્રિયા સમજવામાં સુગમ થઈ છે, કેમકે શ્રી પૂર્ણ રાગરહિત ૐના પૂર્ણ આજ્ઞારૂપ સર્વ ૐની આજ્ઞા મળી છે, શ્રી દેવેશ્વર પ્રભુની દેવી ઈશ્વરતાનો પરમ સાથ મળ્યો છે, અને શ્રી વજસ્વામીરૂપ પરમ પ્રેમની મૂર્તિ અને ભાવિ તીર્થરૂપના ૐના આજ્ઞાંકિત સાથરૂપ આત્માનુબંધી યોગ સક્રિય થયો છે.
એહ પરમપદ પ્રાપ્તિનું કયું સ્થાન મેં, ગજા વગર ને હાલ મનોરથ રૂપ જો. તો પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો, પ્રભુ આજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જો .
– અપૂર્વ અવસર. અપૂર્વ અવસરની આ ચાર પંક્તિઓમાં શ્રી રાજપ્રભુએ આ માર્ગ ઘણી ગંભીરતાથી, અતિ ગૂઢરૂપે અને સુંદરતાથી સમાવ્યો છે. એમની જ કૃપાથી અને આજ્ઞાથી આ રહસ્યરૂપ ભેદજ્ઞાન શબ્દ દ્વારા પ્રગટ કરીએ છીએ. આ જ્ઞાન અતિ સૂક્ષ્મ અને તીક્ષ્ણ છે, તેથી તે જેટલા ઊંડાણથી અને સૂક્ષ્મતાથી સમજાશે તેટલું કલ્યાણકારી નીવડશે.
શ્રી પંચપરમેષ્ટિના પૂર્ણ કલ્યાણપરમાણુનું બંધારણ કેવી સુંદર રીતે થાય છે, તે આપણે વિસ્તારથી જોયું. હવે, આ પરમાણુઓને કેવી રીતે આપણા તરફ ખેંચીને સ્વીકારીએ, તેનું સંક્રમણ કરી નિર્જરા રૂપ બનાવીએ તે વિચારવાનું છે. ટુંકાણમાં આ શુધ્ધ પરમાણુના યોગ્ય આહાર, વિહાર અને નિહાર માટે જીવે શું કરવું જોઈએ, કેવા
૩૧૫