________________
કેવળી પ્રભુનો સાથ
એ શ્રી તીર્થંકર પ્રભુની રૂપી આજ્ઞાની પર્યાયો છે. એ પર્યાયોને જો એકરૂપ કરીએ તો તીર્થંકરપણું પ્રગટી જાય છે. આ ભાવનું વેદન એ સર્વ પરમેષ્ટિ ભગવંત છઠ્ઠા સાતમા ગુણસ્થાને ઉત્તરોત્તર વધતા ક્રમમાં કરે છે. પણ ભાવિ તીર્થકર આ ભાવને અતિ ઉત્કૃષ્ટપણે અપૂર્વ પુરુષાર્થ સાથે છઠ્ઠા સાતમા ગુણસ્થાને વેદે છે. આથી એ ભાવ એમની અંદર એક ૐરૂપી અનહદ નાદનું વર્તુળ એમના કેવળીગમ્ય પ્રદેશો, શુધ્ધ પ્રદેશોની આજ્ઞા લઈ પ્રવર્તાવે છે. આ વર્તુળથી એ ભાવિ તીર્થકરના અશુધ્ધ પ્રદેશ પર, આજ્ઞારૂપી ધર્મ તથા આજ્ઞારૂપી તપની વર્ષા થાય છે. આ વર્ષાને લીધે એ અશુધ્ધ પ્રદેશો એમનાં સ્વચ્છંદ અને પ્રમાદને ત્યાગી કષાયની મંદતા તથા પરમાર્થ લોભને ઉત્કૃષ્ટતાથી વેદે છે. આ પુરુષાર્થને લીધે એ આત્માનો અનહદ ધ્વનિ ૐરૂપે અનાહદપણું અનુભવે છે. આ ૐરૂપ અનહદ ધ્વનિમાં પૂર્ણ પરમેષ્ટિ પરમાણુનું સિંચન થાય છે.
આ પ્રક્રિયાનો વિચાર કરતાં “અનાહદ ધ્વનિ' ક્યારે ઊઠે તેનો લક્ષ આવે છે. જ્યારે આત્મા અનહદ આજ્ઞાને ૐ અનહદ આજ્ઞામાં પરિણમાવે એટલે કે એમના કલ્યાણભાવથી એ પૂર્ણ પરમેષ્ટિ પરમાણુનો આહાર કરી એ પરમાણુઓને અનહદ
ધ્વનિમાં કવચરૂપે પરિણમાવે કે જેથી એ અનાહદ ધ્વનિની આજ્ઞા પૂર્ણમાંથી પૂર્ણાતિપૂર્ણ રૂપે પરિણમતી જાય. આ ૐ ધ્વનિથી એ જીવ લોકકલ્યાણની ભાવના વધારે છે. અને વીતરાગતાના ચડતા ક્રમમાં સ્થિર થતો જાય છે. આ અનુભવ સર્વ છદ્મસ્થ પરમેષ્ટિને થાય છે.
શ્રી તીર્થંકર પ્રભુને નામકર્મ બાંધ્યા પછી આ અનુભવ થાય છે. ગણધર પ્રભુને પણ નામકર્મ બાંધ્યા પછી આવો અનુભવ થાય છે. બીજા સર્વ પરમેષ્ટિને એમનું પદ ઉદયમાં આવ્યા પછી જ આ પ્રક્રિયા થાય છે. આપણને જિજ્ઞાસા જરૂર થાય કે તીર્થકર તથા ગણધરને નામકર્મ બાંધતાની સાથે આ પ્રક્રિયા કેમ ચાલુ થતી હશે! શ્રી પ્રભુ આપણને જણાવે છે કે એ બંને આત્માઓ લોકકલ્યાણની ભાવના પાંચ સમવાયના ખંડન વગર કરે છે; એટલે કે તેઓ આ પાંચ સમવાયને પ્રાધાન્ય આપી પોતાના કર્તાપણાના ભાવને આજ્ઞાધીન બનાવે છે. એ બે મહાત્માઓ વચ્ચે ફરક એ છે કે
૩૧૪