________________
કેવળી પ્રભુનો સાથ
અંકુરો સ્થાપવા કાર્યકારી બને છે. આ અપૂર્વ અતિગુપ્ત તથા પરમ સૂક્ષ્મ પ્રક્રિયાથી શ્રી તીર્થકર પ્રભુ એ પૂર્ણ પરમેષ્ટિ પરમાણુના સિદ્ધ તથા અરિહંતનો આજ્ઞારસ પૂરી પૂર્ણાતિપૂર્ણ પરમેષ્ટિ પરમાણુ બનાવે છે.
આ અપૂર્વ પ્રક્રિયાની એક બીજી પણ અપૂર્વતા છે. શ્રી તીર્થંકર પ્રભુ પહેલા અડધા સમયમાં પોતે આદરેલા પુરુષાર્થને બીજા અડધા સમયમાં દાનરૂપે આપી પુરુષાર્થની મહાસંવરતા આચરી અતિ અતિ સૂક્ષ્મ એવા પાંચ મહાવ્રતનું પાલન કરે છે. આ સુવિધા તથા સિદ્ધિ માત્ર શ્રી અરિહંત પ્રભુને જ હોય છે. શ્રી ગણધર કેવળી સિવાયના બીજા કેવળી પ્રભુને યોગના જોડાણ વખતના પુરુષાર્થમાં આવી મહાસંવરતાનો અનુભવ થતો નથી. શ્રી ગણધર કેવળી આ પૂર્ણ પરમેષ્ટિ પરમાણુમાં પોતે આપેલા દાનને લીધે પુરુષાર્થમાં મહાસંવરતા અનુભવી શકે છે. પરંતુ તેઓ મહાસંવરતા અનુભવતાં છતાં, શ્રી તીર્થંકર પ્રભુની જેમ પૂર્ણ પરમેષ્ટિ પરમાણુની સ્થાપના કરી શકતા નથી. આ કારણથી પણ શ્રી ગણધર પ્રભુને અડધા તીર્થકર કહ્યા છે.
આ પરમાણુઓ અતિ ગંભીર, શુદ્ધ, અતિ બળવાન અને અતિ કલ્યાણના હેતુરૂપ હોય છે. પરંતુ આવા શુધ્ધ, પ્રકૃષ્ટ શુધ્ધ પરમાણુઓને ખેંચવા માટે, ઝીલવા માટે અને પરિણમન કરવા માટે જીવે શું ભાવ કરવા જોઇએ, કેવો પુરુષાર્થ કરવો જોઇએ અને શું કાર્ય કરવું જોઇએ તેની જાણકારી લેવી ખૂબ અગત્યની છે, તે જ પ્રમાણે આવા પરમાણુઓ ગ્રહણ કરવાથી કેવી સિદ્ધિઓ તથા ક્યા પ્રકારની શુદ્ધિ પ્રાપ્ત થાય છે તે જાણવું પણ એટલું જ અગત્યનું અને રસિક છે.
શ્રી પ્રભુની કૃપાથી અને શ્રી ગુરુની કરુણાથી જે અતિદુષ્કર વિષય પર જે અનુભવ તથા શબ્દદેહ સહિતની સમજણ મળી છે એ અનન્ય લાભનો ઉપકાર માનવા શબ્દ મળે તેમ નથી, તેમ કરવા જતાં અવિનયનું ભાજન થવાનો સંભવ છે, તો પછી એ ઉપકારનો પ્રતિ ઉપકાર વાળવો કેવી રીતે શક્ય બને! શ્રી પ્રભુ સમજાવે છે કે આ ઉપકારનો પ્રતિ ઉપકાર વાળવો હોય તો માત્ર એક જ રસ્તો છે: આજ્ઞા પ્રેરિત, કલ્યાણ પ્રેરિત મહાસંવર માર્ગનાં આરાધનથી વિનય ભરિત આકૃતિ બની આ ઉપકારને માણવો.
૩૧૨