________________
કેવળી પ્રભુનો સાથ
કે લોકકલ્યાણની ભાવના યથાર્થપણે નીપજાવવી હોય તો એ સર્વ જીવોમાં આજ્ઞા, વીતરાગતા અને કલ્યાણભાવ સાથે એક ચોથો રસ ઉપજવો જરૂરી છે કે જે આ ત્રણ ભાવોના ઉત્કૃષ્ટ સમતોલનને જાળવી રાખે. શ્રી ગણધર અને શ્રી તીર્થકર આ ભાવમાં સયોગીપણે હોય છે, અને એની સાથે શ્રી સિધ્ધ ભગવાન અયોગીપણે આ ભાવમાં હોય છે. શ્રી ગણધરપ્રભુ “ધર્મ એ સર્વોત્તમ મંગલ છે' એ ભાવમાં હોય છે અને શ્રી તીર્થંકર પ્રભુ “ધર્મના સનાતનપણા'ના ભાવમાં હોય છે. શ્રી સિદ્ધપ્રભુ અયોગી હોવાથી તેમનામાં અભિસંધિજ વીર્યનું અસ્તિત્વ જ નથી, માટે તેઓ પોતાના પૂર્ણ વીર્યના પ્રભાવથી ધર્મનાં સર્વોત્કૃષ્ટ મંગલપણાનું અને સનાતનપણાનું વદન ઉત્કૃષ્ટતાએ એક સાથે કરી શકે છે; આ જ અયોગીપણાના કારણથી કેવળ પ્રભુ તેમના સમુદ્યાત વખતે અસંખ્ય સમય સુધી ચાલે તેવાં કર્મને માત્ર આઠ જ સમયમાં પૂર્ણપણે વેદી લે છે. કેવળી સમુદુઘાત પહેલાં પ્રભુ વધુમાં વધુ સાત સમય સુધી જ યોગ સાથે જોડાયા વિના રહી શકે છે, સમુદ્ધાતમાં પહેલી જ વાર એક સાથે યોગ હોવા છતાં આઠ સમય માટે યોગ સાથે જોડાતા નથી, અને પછી તરત જ યોગ સંધી સિધ્ધ થાય છે. આ અપેક્ષાએ કેવળી સમુદ્યાત વખતથી તેમને યોગ સાથેનું જોડાણ ન હોવાથી, તેમનું માત્ર અભિસંધિજ વીર્ય જ રહે છે, અનભિસંધિજ વીર્ય નિષ્પન્ન થતું નથી, તેમજ વપરાતું નથી. એ અપેક્ષાએ તેઓ શ્રી સિધ્ધપ્રભુ જેવા ગણી શકાય. સાધુસાધ્વી, ઉપાધ્યાય અને આચાર્યનાં કલ્યાણનાં પરમાણુઓ જ્યારે શ્રી પંચપરમેષ્ટિનાં પૂર્ણ પરમાણુઓ રૂપ થઈ, શ્રી ગણધરપ્રભુ પાસે જઈ, વર્તતી તરતમતાને સમાન બનાવી તીર્થકર પ્રભુ પાસે એકત્રિત થાય છે, ત્યારે તેમાં ધર્મનાં સર્વોત્કૃષ્ટ મંગલપણાના ભાવનો આજ્ઞારસ ઉમેરાય છે; આનું કારણ એ છે કે શ્રી ગણધર પ્રભુ છદ્મસ્થ છે, અને એમને એમના આરાધ્યદેવ શ્રી તીર્થંકર પ્રભુ માટે અપૂર્વ પ્રેમ, વિનય અને આજ્ઞાધીનપણું હોય છે. તેથી જ્યારે તેઓ ધર્મરૂપી મંગલપણાનો આજ્ઞારસ ઉમેરે છે ત્યારે તેમાં એમના ગુરુ શ્રી તીર્થંકર પ્રભુ માટેની તેમની વ્યક્તિગત સ્પૃહા ભળેલી હોય છે, આ કારણથી એ પરમાણુઓ સહજપણે એ તીર્થંકર પ્રભુ પાસે એકત્રિત થાય છે. શ્રી તીર્થંકર પ્રભુ યોગ સાથે જોડાયા હોતા નથી ત્યારે એ પરમાણુઓ પર કોઈ પ્રક્રિયા થતી નથી, પરંતુ
૩૧૦