________________
કેવળી પ્રભુનો સાથ
આવાં આવાં ઘણાં વચનો આપણને તેમના પત્રોમાંથી તથા પદોમાંથી મળી આવે છે. આ કાર્ય માટે આપણે સહુ શ્રી ગણધર પ્રભુના પરમ ઉપકાર માટે સદાયના ઋણી છીએ, કારણ કે જો શ્રી ગણધર પ્રભુએ આવો અમૂલ્ય ફાળો આપ્યો ન હોત તો શ્રી અરિહંત પ્રભુનો બોધ ધર્મરૂપે ફળવા માટે કદાચ અસંભવિત થાત. તેમનો આભાર માનવા આપણે શ્રી પ્રભુને પ્રાર્થીએ કે –
“હે પ્રભુ ! તમે તમારા ઉત્કૃષ્ટ શિષ્યોમાં જે કલ્યાણમય આજ્ઞાંકિત વિનિતપણું રોપ્યું છે, એ મંગલ કારણ એ જ શિષ્ય અમને બોધી, તમારા ધર્મનાં યથાર્થ મંગલપણાની જાણ અમને કરાવે છે. તેઓ જે સૂક્ષ્મ આજ્ઞાને સ્થૂળરૂપ આપી અમારા પર ઉપકાર કરે છે, તેનો પ્રતિ ઉપકાર વાળવા અમે સતત નિષ્ફળ તથા નિસહાય થયા છીએ. તેમ છતાં અમને સદાય એ ભાવ થાય છે કે આ ગણધર પ્રભુનો ઉપકાર સદાય જયવંત વર્તે, અને લોકના સર્વ જીવો સુધી આ ધર્મનું મંગલપણું દિન પ્રતિદિન વર્ધમાન થઈ પૂર્ણતા સુધી પહોંચો, સર્વને ધર્મની પ્રાપ્તિ થાઓ, કોઈ પણ જીવ આ મંગળમય ધર્મથી વંચિત ન થાય એ અમારી ભાવના પૂર્ણ કરજો.”
“ૐ શ્રી પરમેષ્ટિની પ૨મપૂર્ણ આજ્ઞાથી, રત્નત્રયની આરાધનાથી ઉપાર્જિત ભક્તિરૂપ વિનયાભારનાં માધ્યમથી શ્રી અરિહંત પ્રભુને પરમ વંદનારૂપ નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર.”
આ પ્રાર્થનાના સમર્થન રૂપે તથા ઉત્તર રૂપે શ્રી પ્રભુ આપણને બોધે છે અને પોતે વેદે છે
“હે જીવો! તમે બૂઝો! સમ્યક્ પ્રકારે બૂઝો! આ સંસારમાં એકાંતે દુ:ખ, દુઃખ અને દુઃખ જ છે. સંસારમાં માત્ર એક જ સુખનું અને શાતાનું સાધન અને કારણ છે; એ છે ધર્મ. જ્યાં ધર્મ છે ત્યાં સુખ છે. જ્યાં સુખ છે ત્યાં આકર્ષણ છે. જ્યાં આકર્ષણ છે ત્યાં પુરુષાર્થ છે. જ્યાં પુરુષાર્થ સમ્યક્ છે ત્યાં સિદ્ધિ છે. જ્યાં સિદ્ધિ છે ત્યાં શુદ્ધિની સિદ્ધિ છે. જ્યાં શુદ્ધિની સિદ્ધિ છે
૩૦૮