________________
3ૐ ગમય આણાય, આણાયં ગમય ૐ
અમૃતમય બોધ યથાર્થરૂપે પરિણમે. જીવની વિનયપણાની ઓછપથી આ બોધ ક્યાંય નકામો ન જાય.” એવો ભાવ તેમનામાં ઉત્પન્ન થાય છે. આમ શ્રી ગણધર પ્રભુનું મુખ્ય ધ્યેય નામકર્મ બંધાયા પછી એ રહે છે કે શ્રી અરિહંતનો બોધ ક્યાંય નકામો કે નિરર્થક ન થવો જોઇએ. આ ભાવ શ્રી રાજપ્રભુએ “યમ-નિયમ” કાવ્યની નીચેની પંક્તિઓમાં ગૂંથી લીધો છે –
“તનસેં, મનસેં, ધનમેં સબસે, ગુરુદેવની આન સ્વઆત્મ બસે,
તબ કારજ સિદ્ધ બને અપનો, રસ અમૃત પાવહી પ્રેમ ઘનો.” પૂર્ણ પરમેષ્ટિના આ પરમાણુઓમાં સમાનતા થતાં એક બીજો બોધ પણ શ્રી ગણધરજી અતિ ગુપ્તપણે ગૂંથે છે. આ સમાનતા ક્યારે આવે તેનો વિચાર કરતાં સમજાય છે કે જ્યારે સર્વ જીવોનું ધ્યેય એક જ હોય અને એ ધ્યેય અરિહંતના બોધથી સિદ્ધ થવાનું છે, તથા એ બોધમાં માત્ર મંગલપણું જ સમાયેલું છે તેવી ખાતરી થાય ત્યારે. તે માટે શ્રી ગણધર પ્રભુ, ધર્મનાં સર્વોત્કૃષ્ટ મંગલપણાને દરેકે દરેક પરમાણુમાં આજ્ઞારસ દ્વારા પૂરે છે. આ આજ્ઞારસ પ્રત્યેક પરમાણુ પર પ્રક્રિયા કરી તેને એકરૂપ બનાવે છે; અને એ દ્વારા ભૂત, વર્તમાન, ભાવિ તથા પાંચ સમવાયને ધર્મનાં મંગલપણાના નેજા નીચે લઈ આવે છે. શ્રી રાજપ્રભુએ આ હેતુ વ્યક્ત કરતાં ઘણાં વચનો લખ્યાં છે. “ધર્મના માર્ગ અનેક નથી, પણ એક જ છે. જે વાટેથી શ્રી રામ મોક્ષે ગયા, એ જ વાટેથી શ્રી કૃષ્ણ જશે.”
“એક હોય ત્રણ કાળમાં, પરમારથનો પંથ, પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સમંત. આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય, થાશે કાળ ભવિષ્યમાં, માર્ગભેદ નહિ કોઈ. સર્વ જીવ છે સિધ્ધ સમ, જે સમજે તે થાય, સદ્ગુરુ આજ્ઞા જિનદશા નિમિત્ત કારણ માંય.”
- આત્મસિદ્ધિશાસ્ત્ર
૩૦૭