________________
કેવળી પ્રભુનો સાથ
ઉત્તમ શિષ્ય બનાવે છે. આ ભક્તિરૂપી સેતુ દ્વારા એમનો આત્મા પોતાના વ્યક્તિગત માર્ગ ઉપરાંત અન્ય માર્ગની ઉત્કૃષ્ટ જાણકારી શ્રી અરિહંત પ્રભુ પાસેથી મેળવે છે. આ જાણકારી એમના શિષ્ય સમુદાયને અન્ય માર્ગથી પણ પ્રગતિ કરાવવા માટે એક અનિવાર્ય સાધન છે. આ સિદ્ધિ માત્ર છદ્મસ્થ અવસ્થામાં રહેલા ગણધર પ્રભુને હોય છે, અને વિરલા છદ્મસ્થ ભાવિ તીર્થંકરને હોય છે.
શ્રી પ્રભુ આ ગુપ્ત રહસ્યનો ખુલાસો કરતાં સમજાવે છે કે જે છદ્મસ્થ ભાવિ તીર્થંકર નામકર્મ બાંધ્યા પછી, મુખ્ય ભાવિ તીર્થંકર કરતાં જુદું એવા પૂર્વભવમાં મૌનનું રટણ કરતાં છતાં, ધર્મનાં આજ્ઞાંકિત પ્રચારણ માટે પ્રભુ આજ્ઞાએ જાહેરમાં આવે છે, એવા વિરલા ભાવિ તીર્થંકરને આ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. આવા ભાવિ તીર્થંકર, તીર્થંકર પદ ઉદયમાં આવ્યા પહેલાં ગણધર પદને અનુભવે છે. માટે સ્થૂળતાએ વિચારીએ તો લક્ષિત થશે કે શા માટે ગણધરને આ સિદ્ધિ છદ્મસ્થ અવસ્થામાં મળે છે.
આની પાછળ એક બીજો ભેદ પણ સમાયેલો છે. આ સિદ્ધિ માટે જીવે જાહેરમાં આવી ધર્મનું પ્રચારણ અમુક કાળ સુધી અને અમુક ઊંડાણથી કરવું પડે છે. આ પ્રચાર કાર્ય જીવ વિપાક ઉદય તથા પ્રદેશોદયથી કરતો હોય છે. ધર્મના આ પ્રચાર કાર્યમાં તેમણે ભિન્ન ભિન્ન શિષ્ય સમુદાયને જુદી જુદી અપેક્ષાએ ધર્મનું યથાર્થ સ્વરૂપ સમજાવવું પડે છે. આ સમજણ દેવામાં શ્રી પ્રભુનો આજ્ઞાનો બોધ ક્યાંય દૂભાય નહિ, અને પોતાની છદ્મસ્થતા એ હેતુને મલિન ન કરે એ માટે તે જીવ શ્રી પ્રભુ પાસે યથાર્થ વાણી તથા લેખન માટે બળ, શક્તિ અને વીર્ય માગતો હોય છે. તે કારણસર શ્રી પ્રભુ તેમને શ્રી પૂર્ણ પંચપરમેષ્ટિ પરમાણુ દ્વારા વીર્ય પૂરું પાડતાં રહે છે. આની સાથે શ્રી ગણધર પ્રભુ જે શ્રી પૂર્ણ પરમેષ્ટિ પરમાણુમાં છદ્મસ્થ પરમેષ્ટિને એક સમાન બનાવે છે એ પુણ્યના પ્રતાપે તેમને આ સિદ્ધિ મળે છે.
શ્રી ગણધર પ્રભુ આ સમાનતા ક્યા હેતુથી લાવે છે? શ્રી ગણધર પ્રભુ ઉપર જણાવ્યા પ્રમાણે અતિ આજ્ઞાંકિત તથા વિનિત હોય છે. સાથે સાથે તેઓ લોકકલ્યાણની ભાવના પણ કરતા હોય છે. આ બે ભાવનાને એકઠી કરતાં સમજાય છે કે, “પ્રભુ! તમે લોકના સર્વ જીવોને આજ્ઞાંકિત તથા પરમ વિનિત બનાવો, કે જેથી તમારો
૩૦૬