________________
કેવળી પ્રભુનો સાથ
ભાવ કે ગુણ કેળવવા જોઈએ કે જેથી આ પરમાણુઓ અખ્ખલિતપણે આપણા તરફ આવ્યા જ કરે, આનો લક્ષ કરવાનો છે.
કોઈ પણ પરમાણુના આહાર, વિહાર કે નિહાર કરવા માટે જીવે અમુક વિશિષ્ટ ભાવ કરવાના રહે છે, નરસા પરમાણુ ગ્રહણ કરવા માટે ખરાબ ભાવ કે વિભાવ કરવા પડે અને શુભ કે શુધ્ધ પરમાણુ મેળવવા માટે સારા ભાવ કે સ્વભાવ પ્રેરિત ગુણના ભાવ કરવા જોઈએ. પૂર્ણ પરમેષ્ટિ પરમાણુ મેળવવા માટે જીવે મુખ્યતાએ ચાર ગુણનો આશ્રય લઈ શુધ્ધ ભાવ કરવા ઘટે. આ ચાર ગુણો તે સરળતા, ભક્તિ, વિનય અને આજ્ઞા.
સરળતા એટલે જે વસ્તુ જેમ છે તેમ સત્ય સ્વરૂપે, અન્ય વિભાવ કર્યા વિના સ્વીકારવી કે માન્ય રાખવી. ભક્તિ એટલે જેના (ઇચ્છિતના) ચાહક છે એ પદાર્થ, વ્યક્તિ કે આત્મા, અગર સંજોગો પ્રતિ અહોભાવરૂપ નિર્માની ભાવ. વિનય એટલે એ પદાર્થ, આત્મા કે સંજોગના સ્થૂળ અગર સૂક્ષ્મ પર્યાયોને ઓળખી એના મૂળ ધર્મને ધર્મરૂપે સ્વીકારવો. અને આજ્ઞા એટલે એ પદાર્થ, આત્મા કે સંજોગ પ્રતિ, પોતાના સર્વ યોગ અધ્યવસાય રૂપ અભિસંધિજ વીર્યને, કોઈ પણ અભિલાષા કે અપેક્ષા વિના અર્પણ કરી દેવા. આ ચારે ભાવ શ્રી રાજપ્રભુએ ઘણી સુંદર છતાં ગુપ્ત રીતે અપૂર્વ અવસરની છેલ્લી કડીમાં નિરૂપ્યા છે.
“એહ પરમપદ પ્રાપ્તિનું કર્યું સ્થાન મેં” – આ પંક્તિ વાંચતા જ સમજાય છે કે તેમણે પરમપદ - સિધ્ધપદ મેળવવાનું લક્ષ બાંધ્યું છે. આ પરમપદ મોક્ષમાર્ગની આરાધના કરવાથી મેળવી શકાય છે, એટલે કે આત્માને પરમાત્મા કરવા માટે મોક્ષમાર્ગની જરૂર છે, જે શ્રી તીર્થંકર પ્રભુની રૂપ દેશનામાંથી પ્રાપ્ત થાય છે. આ સર્વ પ્રક્રિયાનો સમાવેશ આ પહેલી પંક્તિમાં થયેલો છે, જે આપણને સરળતાના ગુણની સમજણ આપે છે. જે પદ જેમ છે તેમ સ્વીકારી, સમભાવે રહેવાની વૃત્તિનો પડઘો અહીં આપણને સંભળાય છે. જે પરમપદ – મોક્ષપદ છે તે સત્ય છે, તે મેળવવાનું લક્ષ મેં બાંધ્યું છે. આ ભાવમાં સરળતાનો ગુણ સ્પષ્ટપણે અનુભવાય છે.
૩૧૬