________________
ૐૐ ગમય આણાય, આણાયું ગમય ૐ
જ્યારે શ્રી તીર્થંકર પ્રભુ યોગ સાથે જોડાય છે, એ સમયે આ પરમાણુઓ પર કેવી પ્રક્રિયા થાય છે તે સમજવાથી આપણું જ્ઞાન ઊંડુ અને સમૃધ્ધ થશે.
આ પ્રક્રિયા સમજવા માટે એ સમયના બે ભાગ કરવા જરૂરી છે. તેમાં પહેલા અડધા સમયમાં એમનો આત્મા આજ્ઞારૂપી ધર્મ સાથે, આજ્ઞારૂપી ધર્મની વીતરાગતા, આજ્ઞારૂપી ધર્મની આજ્ઞા, આજ્ઞારૂપી ધર્મનો કલ્યાણભાવ, ધર્મનું સનાતનપણું તથા ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું, જે એમણે અયોગીપણાની સ્થિતિમાં અર્થાત્ જ્યારે તેઓ યોગ સાથે જોડાયા ન હોય તે કાળની સિદ્ધની અવસ્થારૂપ સ્થિતિના પુરુષાર્થમાં એકત્રિત કર્યા હતા, એ રસને દાનરૂપે આકર્ષેલા સર્વ પૂર્ણ પરમેષ્ટિ પરમાણુઓમાં ભરે છે. પછીના અડધા સમયમાં, પહેલા ભાગમાં કરેલા આજ્ઞારૂપી તપનો પુરુષાર્થ, આજ્ઞારૂપી તપની વીતરાગતા, આજ્ઞારૂપી તપની આજ્ઞા અને આજ્ઞારૂપી તપનો કલ્યાણભાવ ઉપરાંત આજ્ઞારૂપી તપ પ્રેરિત ધર્મનું સનાતનપણું એ પરમાણુઓમાં દાનરૂપે ભરે છે. આ બીજા ભાગમાં ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું આવતું નથી, કારણ
કે એમના આત્માએ છદ્મસ્થ અવસ્થામાં માનરહિત લોકકલ્યાણનો ભાવ સેવ્યો હોય છે. જેથી તેમાં મંગલપણાની સ્પૃહા નથી હોતી, બલ્કે ધર્મ એ મંગલપણાનું બીજું રૂપ છે એમ સમજે છે. આમ હોવાથી તેઓ ધર્મ સનાતનરૂપે ચાલ્યા કરે એવા ભાવ વેદે છે.
અહીં સવાલ એ આવે છે કે શ્રી અરિહંતપણાના ધર્મનાં મંગલપણાનો સમાવેશ આ પરમાણુઓમાં કેવી રીતે થાય છે? શ્રી પ્રભુ આના અતિગુપ્ત ભેદરહસ્ય જાણવાની પાત્રતા દાનરૂપે આપી ખુલાસો કરે છે. શ્રી તીર્થંકર પ્રભુની ધર્મના સનાતનપણાની ભાવના જ્યારે પૂર્ણ પરમેષ્ટિ પરમાણુને સ્પર્શે છે ત્યારે શ્રી ગણધર પ્રભુના તીર્થંકર માટેનાં વ્યક્તિગત આકર્ષણને લીધે ધર્મરૂપી મંગલપણાનો આજ્ઞારસ અસ્તિત્વમાં આવે છે. આ આજ્ઞારસ શ્રી તીર્થંકર પ્રભુ માટે પરમ આજ્ઞા, પરમ વિનય અને પરમ ભક્તિ સેવે છે. આ આજ્ઞારસને તીર્થંકર પ્રભુનો ધર્મરૂપી સનાતનપણાનો આજ્ઞારસ સ્પર્શે છે ત્યારે એ પરમ વિનય, ભક્તિ અને આજ્ઞાના કારણે તીર્થંકરના આજ્ઞારસ પાસેથી બોધ લઈ, મંગલપણાના ભાવ પૂરા કરી, પોતાના અસ્તિત્વને એમના ગુરુ શ્રી તીર્થંકરના અસ્તિત્વરૂપે બનાવી, એ આજ્ઞારસની છદ્મસ્થતામાં પૂર્ણતાના પૂર્ણ
૩૧૧