________________
ૐ ગમય આણાય, આણાય ગમય ૐ
શ્રી સાધુસાધ્વી જ્યારે આજ્ઞામાર્ગ પ્રેરિત કલ્યાણ પ્રેરિત મહાસંવર માર્ગમાં થોડી ક્ષણો માટે રહે છે ત્યારે એમની યોગની શક્તિ અનુસાર કલ્યાણનાં અનંત પરમાણુનો સ્કંધ બને છે. એ સ્કંધ ભાવરસ, આજ્ઞા, વૈરાગ્ય / ઉદાસીનતા અને કલ્યાણનો હોય છે. એ સ્કંધ આજ્ઞાના આધારે શ્રી ઉપાધ્યાય પાસે પહોંચે છે. એ પુદ્ગલ સ્કંધ પૂર્ણ આજ્ઞામાં હોવાને લીધે એ ઉપાધ્યાયજીના પુરુષાર્થને બિરદાવે છે. જેથી એમની કલ્યાણની ભાવના પૂર્ણ આજ્ઞાપણે અસંખ્યાતગણી પ્રગતિ પામે છે. આ સ્કંધ અન્ય અસ્તિકાયના આધારે અને પાંચ સમવાયનો સાથ લઈ શ્રી ઉપાધ્યાયજીને આજ્ઞામાર્ગ પ્રેરિત કલ્યાણ પ્રેરિત મહાસંવર માર્ગમાં દોરે છે. એ આરાધનથી શ્રી ઉપાધ્યાયજી પોતાનામાંથી શુભ કલ્યાણનાં પરમાણુઓ નિર્જરાવે છે. જે સાધુસાધ્વીના પુદ્ગલ સ્કંધ પર સ્થાન પામે છે. એમનાં પુદ્ગલનો ભાવરસ સાધુસાધ્વીના ભાવરસ કરતાં વધારે આજ્ઞાધીન તથા ઉદાસીન હોય છે. આ ભાવરસની ભિન્નતાને લીધે તથા બંને વચ્ચે પૂર્ણ આજ્ઞાનો સેતુ હોવાને લીધે એ ઉપાધ્યાયજીનો ભાવરસ સાધુસાધ્વીના ભાવરસને વધારે આજ્ઞાધીન થવાનો બોધ કરે છે. તેનાથી સાધુસાધ્વીના ભાવરસમાં પરમાર્થલોભ રૂપી પ્રાર્થના જાગે છે. તેનું ફળ લેવા તે ઉપાધ્યાયના સ્કંધ પાસે માગણી કરે છે. શ્રી ઉપાધ્યાયજી પાસે બોધેલી આજ્ઞા કરતાં વધારે આજ્ઞાનું ધન ન હોવાને લીધે એમનામાં પરમાર્થ લોભ વધે છે. આ પરમાર્થ લોભની પૂર્તિ માટે અને આજ્ઞાનાં માધ્યમ દ્વારા એ પુદ્ગલના સ્કંધ ગતિ પામે છે, અને આચાર્યજી પાસે જાય છે. આચાર્ય પાસે આજ્ઞાની વિશુદ્ધિ હોવાથી એમના પર આ પુદ્ગલ સ્કંધની અસર પડતાં તેઓ સહજપણે આજ્ઞામાર્ગ પ્રેરિત કલ્યાણ પ્રેરિત મહાસંવર માર્ગમાં સરે છે; અને તેમનામાંથી ઉત્તમ માત્રાનાં તથા સંખ્યાનાં પરમાણુઓ નીકળે છે, જે પહેલાના પુદ્ગલ સ્કંધ પર બિરાજમાન થાય છે. આ પરમાણુઓના ભાવમાં વધારે આજ્ઞાધીનપણું અને વધારે વીતરાગતા છે. જેથી પ્રાર્થિત સમજણથી સમાધાન થતાં સાધુસાધ્વી, ઉપાધ્યાય તથા આચાર્યના પુદ્ગલ સ્કંધમાં વિશેષ આજ્ઞા, વીતરાગતા તથા કલ્યાણનો સમાવેશ થાય છે. આ આરાધનથી સાધુસાધ્વી તથા ઉપાધ્યાયના વિભાગમાં વિશેષ પરમાર્થ લોભ જાગે છે, જેથી તે વિભાગ આચાર્યના વિભાગ પાસે વિનંતિ રૂપે માગણી કરે છે. આચાર્યના
૩૩