________________
3ૐ ગમય આણાય, આણાયં ગમય ૐ
શ્રી ગુરુની આજ્ઞાને અવધારી, એમની કૃપા તથા આજ્ઞાથી એ વાણીને એ રૂપે જ મૂકીએ છીએ. ધ્યાનથી, ભક્તિસભર બની, પૂર્ણ શ્રદ્ધા તથા આજ્ઞાથી એ વાણીનું તમે શ્રવણ કરો. - ૐ એ પાંચ ભાવના યથાર્થ સમતોલન, સ્થિતિ, અનુભાગ તથા જથ્થારૂપ ભાવરસની ઉત્કૃષ્ટતાથી ઉપાર્જન થતો પુદ્ગલ શુદ્ધિ તથા સિદ્ધિનો સ્કંધ છે. તેથી કહી શકાય કે શ્રી પૂર્ણ પરમેષ્ટિ પુદ્ગલ એ પંચપરમેષ્ટિ ભગવંતના ઉત્કૃષ્ટ મહાસંવર માર્ગની યથાર્થ આજ્ઞાધીન પૂર્ણતા વખતે થતી પુગલની કલ્યાણપ્રેરિત ભાવનારૂપ નિર્જરા છે. આ અપૂર્વતા તથા ધન્યતાને સમજવા આપણે આ રચનાના રચયિતા શ્રી પંચપરમેષ્ટિ ભગવંત તથા તેના જીવન કલ્યાણદાનના પ્રણેતા શ્રી તીર્થંકર પ્રભુની આ પરમાણુની ઉત્પત્તિ વખતની અંતરંગ ચર્યા જાણવી અને સમજવી અનિવાર્ય બને છે. શ્રી પ્રભુનો આજ્ઞારૂપી અનહદ ધ્વનિ આ ખુલાસો ૐરૂપે આપે છે.
શ્રી પંચપરમેષ્ટિ ભગવંત દરેક સમયે પૂર્ણ પરમેષ્ટિ પરમાણુ ઉપાર્જન કરતા નથી. આગળ વધતાં પહેલાં એક અતિ ગૂઢ રહસ્ય સમજવા શ્રી પ્રભુ આજ્ઞા આપે છે, તે તમે ધ્યાનથી સાંભળો. આપણે જાણીએ છીએ કે શ્રી તીર્થકર પ્રભુ તીર્થકર નામકર્મ નિકાચીત કર્યા પછી, દરેક સમયે લોકકલ્યાણની ભાવનાનું વેદન કરે છે; એવી જ રીતે શ્રી ગણધર પ્રભુ નામકર્મ બાંધ્યા પછી અમુક સમયે લોકકલ્યાણની ભાવના તરતમતાથી વેદે છે. આપણે માત્ર આ બે પરમેષ્ટિ ભગવંત વિશે જ જાણીએ છીએ. પરંતુ શ્રી પ્રભુ આપણને જણાવે છે કે જે આચાર્ય, ઉપાધ્યાય અને સાધુસાધ્વી પરમેષ્ટિ પદને પામવાના છે, તેઓ એ પદનો ઉદય આવતાં પહેલાં અમુક કાળે એ પદને એટલે કે પરમેષ્ટિ આચાર્ય, પરમેષ્ટિ ઉપાધ્યાય કે પરમેષ્ટિ સાધુસાધ્વીના પદને નિકાચીત કરે છે, અને એ કાળથી એ જીવો પણ લોકકલ્યાણની ભાવના અમુક સમયે વેદે છે. એ વેદનની તરતમતાનો આધાર તેમની દશાનુસાર તથા ભાવાનુસાર હોય છે. એક જ જીવમાં તેમની ભાવના અનુસાર એ વેદનની તરતમતા જોવા મળે છે, પરંતુ પંચપરમેષ્ટિ પદના પાંચે પાંચ સભ્યો પરમેષ્ટિ પદને તેના ઉદય પહેલાં જરૂર નિકાચીત કરે છે.
૩૦૧