________________
કેવળી પ્રભુનો સાથ
અસમતુલા રહેલી છે, પણ જ્યારે એ પાંચે પુરુષાર્થ પંચમુષ્ટિની જેમ એકત્ર થાય છે ત્યારે તે સમૂહ રૂપે કલ્યાણ, આજ્ઞા તથા વીતરાગતાના યોગ્ય સમતોલનવાળો બને છે. તેથી એ પાંચેયના સમૂહને પરમ ઈષ્ટ અથવા સર્વોત્કૃષ્ટ ઈષ્ટ તરીકે ઓળખાવેલ છે.
આ વિવિધ પુરુષાર્થીનો પુરુષાર્થ સમતુલાવાળો કેવી રીતે બને છે? શ્રી પ્રભુ તેનો ખુલાસો કરી, શ્રી ગુરુ દ્વારા આપણને સમજાવે છે કે આ વિવિધ પુરુષાર્થને એક કરનાર પદાર્થ છે “આજ્ઞા”. સર્વ ઇષ્ટપ્રભુ આજ્ઞામાં રહે છે. એક આજ્ઞા તેઓ પાળે છે અને બીજી વિશેષ આજ્ઞા તેઓ ઇચ્છે છે. સાધુસાધ્વીજી સાધુસાધ્વીની આજ્ઞા પાળે છે, અને ઉપાધ્યાયજીની આજ્ઞા ઇચ્છે છે. ઉપાધ્યાયજી ઉપાધ્યાયની આજ્ઞા પાળે છે, અને આચાર્યજીની આજ્ઞા ઇચ્છે છે. આચાર્યજી આચાર્યની આજ્ઞા પાળે છે અને ગણધરની આજ્ઞા ઇચ્છે છે. ગણધરજી પોતાની આજ્ઞા પાળે છે અને અરિહંતની આજ્ઞા ઇચ્છે છે. અરિહંત પોતાની આજ્ઞા પાળે છે અને સિદ્ધપ્રભુની આજ્ઞા ઇચ્છે છે. સિદ્ધ સિદ્ધની આજ્ઞા પાળે છે અને પંચપરમેષ્ટિની આજ્ઞા ઇચ્છે છે. આવા વર્તમાનના આજ્ઞાપાલન અને ભવિષ્યની આજ્ઞાની ઇચ્છાના માધ્યમથી શ્રી પંચપરમેષ્ટિ ભગવંત એકત્રિત થાય છે.
અહીં એક બીજો ખુલાસો પણ મળે છે કે શ્રી સિદ્ધપ્રભુ સિદ્ધની આજ્ઞા પાળે છે, પણ પંચપરમેષ્ટિની આજ્ઞા ઇચ્છે છે, કારણ કે પંચપરમેષ્ટિમાં વીતરાગતા, આજ્ઞા તથા કલ્યાણનું યોગ્ય સમતોલન છે, જે એમના વ્યક્તિગત પુરુષાર્થમાં નથી. માટે એમના માટે શ્રી પંચપરમેષ્ટિ ભગવંત પૂજ્ય છે. આ પંચપરમેષ્ટિ ભગવંતના પૂર્ણ પરમાણુની રચના કેવી રીતે થાય છે તે વિચારીએ.
શ્રી પંચપરમેષ્ટિ ભગવંતથી ઉપજેલા, શ્રી પૂર્ણ પરમેષ્ટિ પરમાણુનું વર્ણન તથા લાભ, શ્રી પરમ તીર્થની રૂપ વાણીને અવધારી, શ્રી ગુરુ એ શબ્દાતીત વાણીનું આજ્ઞારૂપી સાગરમાં શબ્દરૂપી નાવથી આજ્ઞા તથા રૂપી મહાસાગરની ગંભીરતા, ઊંડાણ તથા વિશાળતાનું પાન કરાવે છે. એ પાન કરતાં કરતાં શ્રી પ્રભુ તથા
૩૦૦