________________
કેવળી પ્રભુનો સાથ
“શ્રી પ્રભુ! આ ઉત્તમ ભેદરહસ્ય મેળવવા માટે અમે જ્ઞાનદશાથી પાત્ર નથી, પણ ભક્તિરૂપી વિનયમાં અમને આત્મિક પાત્રતાનું દાન આપો. જેથી અમે આ અમૂલ્ય આજ્ઞારસના ભેદનો લહાવો માણી શકીએ.” – જ્ઞાન બાબત શ્રી પ્રભુની ઉત્તમતા તો સર્વવિદિત છે, પણ તેઓ ભક્તિરૂપી આત્મિક પાત્રતા દેવા માટે ઉત્તમ દાતાર છે એનો અનુભવ પણ કરવા જેવો છે. જે આજે મળ્યો છે, કારણ કે સ્થૂળતાએ વિચારતાં આ ભેદ રહસ્યોને ઝીલવા માટે સર્વસંગ પરિત્યાગ ન હોવા છતાં, સંસારી જવાબદારીઓની વચ્ચે રહેવા છતાં, પ્રભુ આવી પાત્રતા અને જ્ઞાનદાન આપે છે, એ માટે આપણે તેમનાં અનંત અનંત કાળ માટે ઋણી છીએ. શ્રી પ્રભુનાં 3ૐના ગુંજનને શ્રી ગુરુ શબ્દદેહ આપી આપણને કૃપાના રસમાં તરબોળ કરે છે – નવડાવે છે. અહો! માણો આ ઉત્તમ કલ્યાણમય જ્ઞાનવાણીને! - ૐમાં લોકકલ્યાણની ભાવના ભાવમાં સર્વ સાધુસાધ્વી, ઉપાધ્યાય, આચાર્ય, અરિહંત અને સિદ્ધપ્રભુ સમાય છે. આ પંચપરમેષ્ટિ ભગવંત ઉત્તમ આરાધક તરીકે પ્રસિદ્ધિ પામ્યા છે, તે સહુ જાણે છે. ઉત્તમ આરાધકો, એમની ઉત્તમ આરાધનામાં અહીં જણાવેલી ઉત્તમ વીતરાગતા, આજ્ઞા, તથા કલ્યાણનું આરાધન કરે છે તે સહેલાઈથી સમજાય તેમ છે. પરંતુ એ પાંચે પરમેષ્ટિ સાથે મળે ત્યારે જ પરમઈષ્ટ તરીકે યથાર્થરૂપે ઓળખાય છે. પ્રત્યેક પરમેષ્ટિ એક એક રૂપે જરૂર ઈષ્ટ છે, પણ પરમ ઈષ્ટ કે સર્વોત્કૃષ્ટ ઈષ્ટ નથી. તેમાં ભેદ રહસ્યો છે. ૧. શ્રી સાધુસાધ્વી સરાગી કલ્યાણભાવને વેદે છે, તેથી તેમના ઉત્કૃષ્ટ
પુરુષાર્થમાં ઉત્તમ સ્પૃહા, કલ્યાણભાવ, આજ્ઞા તથા વૈરાગ્ય કે ઉદાસીનતા
હોય છે. ૨. શ્રી ઉપાધ્યાયજી સરાગી વીતરાગી કલ્યાણભાવને વેદે છે, તેમાં મુખ્યત્વે
સરાગી અર્થાત્ ઉદાસીનતા સાથેનો કલ્યાણભાવ અને કોઈક વિરલ સમયે વીતરાગતા સાથેનો કલ્યાણભાવ વેદાય છે. એમના પુરુષાર્થમાં કલ્યાણભાવ, આજ્ઞા, ઉદાસીનતા અને ક્યારેક વીતરાગતા હોય છે.
૨૯૮