________________
કેવળી પ્રભુનો સાથ
પદ ઉદયમાં આવતાં પહેલાંની નિકાચીત કરેલી ભાવનાને શ્રી પ્રભુ “અક્રિય ભાવ, સક્રિય પદ' તરીકે ઓળખાવે છે. જેને આપણે “અક્રિય પદ' કહી શકીએ. અને પદ ઉદયમાં આવ્યા પછીની સ્થિતિને શ્રી પ્રભુ સક્રિય ભાવ, સક્રિય પદ' તરીકે ઓળખાવે, જેને આપણે “સક્રિય પદ’ કહી શકીએ. પ્રત્યેક તીર્થકર અને પ્રત્યેક ગણધર પરમેષ્ટિ પદમાં સ્થાન પામે છે. જ્યારે અમુક જ આચાર્ય, ઉપાધ્યાય તથા સાધુસાધ્વી પરમેષ્ટિ પદમાં સ્થાન મેળવે છે. અહીં પંચપરમેષ્ટિ પદમાં સમાવિષ્ટ એવા સર્વ તીર્થકર, સર્વ ગણધર, પરમેષ્ટિ પદવીધારી આચાર્ય, ઉપાધ્યાય અને સાધુસાધ્વીનો જ વિચાર કર્યો છે. અન્ય સર્વ આચાર્ય, ઉપાધ્યાય કે સાધુસાધ્વીને ગણનામાં લીધાં નથી. આનો લક્ષ રાખવા વિનંતિ છે. અને સુવિધા ખાતર તેઓને આપણે તીર્થકર, સિધ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુસાધ્વી તરીકે જ વર્ણવીશું.
આ પંચપરમેષ્ટિ ભગવંત આત્મિક શુદ્ધિ કે સર્વોત્કૃષ્ટ શુદ્ધિમાં આરૂઢ થઈ પરમાર્થિક સિદ્ધિ કે સર્વોત્કૃષ્ટિ સિદ્ધિને પામે છે. એમના આરાધનમાં જે નોંધનીય કાળ છે એ એમના મહાસંવર માર્ગનો આરાધનકાળ છે. એ કાળમાં તેઓ માત્ર મહાસંવર માર્ગ, સંવર પ્રેરિત મહાસંવર માર્ગ, કલ્યાણ પ્રેરિત મહાસંવર માર્ગ કે આજ્ઞામાર્ગ પ્રેરિત કલ્યાણ પ્રેરિત મહાસંવર માર્ગમાં હોય છે. પૂર્ણ પરમેષ્ટિ માત્ર આજ્ઞામાર્ગ પ્રેરિત કલ્યાણ પ્રેરિત મહાસંવર માર્ગમાં હોય છે. પણ જે છદ્મસ્થ પરમેષ્ટિ છે તેમના પુરુષાર્થમાં આ મહાસંવર માર્ગના આરાધન કાળમાં પણ તરતમપણું જોવા મળે છે.
અહીં પૂર્ણ પરમેષ્ટિનાં પરમાણુનાં બંધારણની વાત હોવાથી, તેમાં એ પંચપરમેષ્ટિ ભગવંતના પુરુષાર્થની ઉત્તમ ક્ષણો વખતે નિર્જરાવેલા કલ્યાણનાં પરમાણુઓનો સમૂહ હોવો જોઇએ એ સહજ છે. આથી શ્રી પૂર્ણ પરમેષ્ટિ પરમાણુના ઉપાર્જનમાં કારણરૂપ થતા શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનાં પરમાણુ માત્ર એમના ઉત્કૃષ્ટ તથા ઉત્તમ આરાધનની ક્ષણો વખતના પરમાણુઓ હોય છે. જેથી એ બધાં પરમાણુઓ માત્ર આજ્ઞામાર્ગ પ્રેરિત કલ્યાણ પ્રેરિત મહાસંવર માર્ગથી નિર્જરેલા હોય છે. આ પ્રક્રિયાની શરતો સમજ્યા પછી પ્રક્રિયા સમજવા પ્રયત્ની થઈએ.
૩૦૨