________________
3ૐ ગમય આણાય, આણાયં ગમય ૐ
આજ્ઞાતા જોર પકડે છે, અને એ જીવ આજ્ઞારૂપી ધર્મના સકામ પુરુષાર્થમાં મેળવેલાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય અને વીતરાગતાનો વાચક કે વક્તા બની, પોતાના સહજાનંદ સુખથી પર બની, અન્ય જીવો માટે એ યોગબળ (પુદ્ગલ રહિત, પુદ્ગલ સહિત કે ઉભયપણે) લોકકલ્યાણના હેતુથી વહેવડાવે છે. - આ પ્રક્રિયા જીવ આજ્ઞાધીનપણે કરે છે, માટે આ કાર્યસિદ્ધિ થયા પછી પણ જીવને માનાદિ કષાય ઉત્પન્ન થતા નથી, બલ્ક પરમાર્થ લોભ વર્ધમાન થાય છે. આ લોભ વધવાથી, આટલું કપરું લોકકલ્યાણનું કાર્ય કરવા છતાં પણ જીવ પોતાનાં વીર્યને અલ્પ તથા અધૂરું જાણે છે. તેથી તે અપૂર્ણતા તોડવા અને પરમાર્થ લોભની માત્રા વધારવા શ્રી પરમેષ્ટિ આદિ જ્ઞાનીભગવંતો પાસે પ્રાર્થના કરે છે. આ પ્રાર્થના હૃદયનાં ઊંડાણમાંથી થતી હોવાથી, એ ભક્તિમાર્ગે કાર્યસિદ્ધિ કરવા, કલ્યાણનાં પરમાણુઓ મેળવવાનાં અંતરાય તોડે છે. અંતરાયો તૂટતાં એ યોગ્ય માત્રામાં અભિસંધિજ વીર્યને ઉત્પન્ન કરી, કાર્યસિદ્ધિ કરવા યોગ્ય પ્રાર્થના, ક્ષમાપના, મંત્રસ્મરણ તથા ધ્યાનનું સર્જન કરી યોગ્ય સમયે કાર્યસિદ્ધિ મેળવે છે. આ પ્રક્રિયામાં જીવ સકામપણે કલ્યાણભાવ કરી આજ્ઞારૂપી તપ કરે છે. તેમ કરવામાં તે આજ્ઞાધીન હોવાને લીધે તેમાંથી નીપજતા પરમાર્થ પુણ્યને આજ્ઞારૂપી ધર્મમાં પરિણમાવે છે. આજ્ઞારૂપી તપ અહીં કારણ છે (cause) અને આજ્ઞારૂપી ધર્મ કાર્ય (effect) છે. અહીં આજ્ઞારૂપી તપમાં જીવ અભિસંધિજ વીર્યનો ઉપયોગ સકામપણે આજ્ઞાથી કરે છે, અને આજ્ઞારૂપી ધર્મમાં વીર્યનો અનભિસંધિજ ભાગ વાપરે છે. આ પ્રક્રિયાથી જીવનું અભિસંધિજ વર્ય પૂર્ણતાએ પાંચ મહાવ્રતના પાલન સાથે વપરાય છે. તેથી પહેલાં જણાવેલી વીતરાગતાની કડીમાં તે સહજપણે જાય છે.
આ દ્વિતીય કાર્ય જીવ જેટલી શુદ્ધિ સાથે કરી શકે છે, એટલી શુધ્ધતા સાથે એ આજ્ઞામાર્ગ પ્રેરિત કલ્યાણ પ્રેરિત મહાસંવર માર્ગને આચરી શકે છે. આ પરથી સ્પષ્ટ થશે કે ઉત્તમ માર્ગનાં આરાધન માટે વીતરાગતા, આજ્ઞા તથા કલ્યાણભાવ જરૂરી છે. માટે આ ત્રણે ભાવ શ્રી પંચ પરમેષ્ટિ ભગવંતમાં હોવા જરૂરી છે, કારણ કે એ પરમેષ્ટિ ભગવંતનું આરાધન સર્વ આત્માઓના આરાધનમાં સર્વશ્રેષ્ઠ ગણાયું છે. આ કઈ રીતે?
૨૯૭