________________
ૐૐ ગમય આણાય, આણાયું ગમય ૐ
તપ કરી, જથ્થો તોડી, પૂર્ણ પરમેષ્ટિના પરમાણુને મેળવવાના અંતરાયને તોડી, એ પરમાણુઓને પોતા તરફ ખેંચી, આજ્ઞારૂપી ધર્મમાં વધારે સમય માટે લઈ જાય છે. આ વેદનનો સમય વધતાં જીવની આજ્ઞા પ્રતિની સુખબુદ્ધિ વધે છે, તેના વધવા સાથે તેના શુભ અને શુદ્ધ ભાવ વધતા જાય છે, અને આમ ઉત્તરોત્તર એક શુધ્ધ ચક્રનું સર્જન કરી જીવ શિવ બને છે. હવે પૂર્ણ પરમેષ્ટિ પરમાણુની રચના સમજવાની છે.
મોહાદિ વિભાવ પ્રેરિત કર્મ અનાદિ અનંત છે. પંચ પરમેષ્ટિ પ્રેરિત, કલ્યાણ પ્રેરિત તથા આજ્ઞા પ્રેરિત ૐ એ પણ અનાદિ અનંત છે. મોહ ની શક્તિને હણી શકતો નથી, પણ જો છ દ્રવ્યમાંનું સૌથી બળવાન દ્રવ્ય આત્મા જ્યારે ૐનું શરણ લઈ આજ્ઞારૂપી સ્વભાવમાં લીન બને છે ત્યારે એ અનાદિ કાળથી ચાલતી આવેલી એવી કર્મની શક્તિને ૐની સહાયથી હણી શકે છે. તેથી એક આત્માની અપેક્ષાએ કર્મ અનાદિ સાંત છે, અને ૐ સાદિ અનંત છે; કારણ કે ૐની પ્રાપ્તિ પછી જીવ માટે જીવાત્મા રૂપે કાળના અનંતપણાનો અંત આવે છે; સર્વ જીવ તથા આત્માની અપેક્ષાએ કર્મ અનાદિ અનંત છે અને ૐ પણ અનાદિ અનંત છે.
કર્મનાં રચના, સ્થિતિ, અનુભાગ તથા પ્રકારને આપણે ‘આઠ કર્મ’ તથા ‘અઢાર પાપસ્થાનક’ વિશે વિચાર્યા હતાં, તેથી કર્મનાં વર્ણન પ્રતિ આપણે અત્યારે લક્ષ આપતા નથી. પરંતુ તે વખતે ના વર્ણન તથા ૐના ગુપ્ત ભેદ રહસ્યોને આપણે વિચાર્યા ન હતા, તે હવે લઈએ છીએ.
ૐ એ કર્મ કરતાં વધારે શક્તિશાળી છે, કારણ કે તે કર્મનાં અનાદિપણાને સાંત બનાવે છે; અને પોતાનાં સાંતપણાને એ શુભ તથા શુદ્ધ કાર્યથી અનંત બનાવે છે. આ ૐૐના સ્વરૂપને જાણવું ખૂબ જરૂરી છે, કારણ કે જો ના સ્વરૂપને આપણે યથાર્થપણે જાણીએ, તો જ ૐની શક્તિ, સામ્રાજ્ય તથા વિશાળતાની ઓળખ આપણને આવે, એ ઓળખ આવતાં ૐ પ્રત્યે ભક્તિ, વિનય તથા તેને આજ્ઞાધીનપણે રહેવાના ભાવ આવે છે. આ ભાવના પરિણામે આત્મા પાંચ દ્રવ્યના પંજામાંથી નીકળવા માટે વર્તતા વિભાવને તજી, સ્વભાવ તરફ પર્યટન કરવા ઉત્સુક થતો જાય છે, તે યથાર્થ પરમાર્થલોભ કરે છે અને સર્વ કર્મબંધનનાં કારણોનો ક્ષય કરવા માટે ઉત્કૃષ્ટતાએ પોતાનાં
૨૯૫