________________
કેવળી પ્રભુનો સાથ
આકર્ષવાનો ધોરી માર્ગ બનાવે છે. માર્ગ બનતાં, એ પરમાણુઓ જીવના પ્રદેશ પર સ્થાન પામી, તેના કેવળીગમ્ય પ્રદેશની સહાય લઈ આ લાગણીમાં વધારો કરી, સંસારની સુખબુદ્ધિને સત્પરુષના આજ્ઞાપાલનની સુખબુદ્ધિમાં લઈ જાય છે. આ પ્રક્રિયાને ઊંડાણથી વિચારવા જતાં મુંઝવણ થાય કે આટલી વસ્તુઓ એક સાથે કેવી રીતે બને?
શ્રી પ્રભુની પૂર્ણ વાણીને શ્રી ગુરુ ઝીલી, તેને સ્થૂળરૂપ આપી બોધે છે કે આ બધી આકરી શરતોને પાર પાડનાર છે. શ્રી અરિહંત સહિતના પંચપરમેષ્ટિ ભગવંતનાં કલ્યાણનાં પરમાણુઓ. શ્રી અરિહંત પ્રભુનાં પંચ પરમેષ્ટિ કલ્યાણનાં પરમાણુઓનું બંધારણ કઈ રીતે થાય છે તેની વિચારણા કરતાં પહેલાં તેનાથી શું કાર્ય થાય છે તેનો વિચાર કરીએ.
શ્રી સત્પરુષની મુદ્રા શાંત રહેવાનું કારણ છે સંસાર પ્રતિની ઉદાસીનતા કે વીતરાગતા. વીતરાગતાનું કારણ છે આંશિક કે પૂર્ણ કલ્યાણભાવ. આ કલ્યાણભાવના આધારથી એ સપુરુષ શ્રી તીર્થકર પ્રભુ સર્જિત પંચપરમેષ્ટિ કલ્યાણપરમાણુને અમુક સંખ્યામાં પોતા તરફ ખેંચે છે. આ પરમાણુને શ્રી પ્રભુ પૂર્ણ પરમેષ્ટિ પરમાણુ તરીકે ઓળખાવે છે. આવા પૂર્ણ પરમેષ્ટિ પરમાણુઓમાં પૂર્ણ આજ્ઞારૂપી ધર્મ તથા પૂર્ણ આજ્ઞારૂપી તપ રહેલાં છે. પૂર્ણ આન્નાના આ બંને સાથીદારો એ જીવની સંસારની સુખબુદ્ધિને છિન્નભિન્ન કરવા માટે દુ:ખનો ઉદય લાવે છે. એટલું જ નહિ એ સપુરુષ પ્રત્યેના પ્રેમભાવનાં કર્મોને એક સાથે ઉદયમાં લાવે છે. આ કારણથી તે જીવ સંસારની સુખબુદ્ધિને અમુક સમય માટે આજ્ઞા સુખબુદ્ધિમાં લઈ જાય છે. આજ્ઞા સુખબુદ્ધિનાં વેદનથી એ જીવ પરમાર્થ લોભ કરતાં શીખે છે. પરમાર્થ લોભની સહાયથી, ભાવિમાં ધર્મપાલન માટે અનિવાર્ય એવાં પૂર્ણ પરમેષ્ટિ પરમાણુને પોતા તરફ ખેંચવા માટે નિકાચીત કર્મ બાંધે છે. આ પ્રક્રિયાથી જીવ ૐ રૂપી પૂર્ણ પરમેષ્ટિ પરમાણુ દ્વારા આજ્ઞારૂપી ધર્મ વેદે છે.
આજ્ઞારૂપી ધર્મના વેદનથી જીવની સંજ્ઞા એ સુખને સંસારસુખથી જુદું જાણે છે; પોતાની સંસાર સુખબુદ્ધિને આજ્ઞા સુખબુદ્ધિમાં પલટાવવા માટે તે આજ્ઞારૂપી
૨૯૪