________________
ૐૐ ગમય આણાય, આણાયું ગમય ૐ
શ્રી પ્રભુ ઋણમુક્ત થવાના નિશ્ચયાત્મક આશયથી અને કરુણાભાવના વ્યવહારિક આશયથી આપણને સમજાવે છે કે, ૐ આજ્ઞારસના વર્ણન પ્રમાણે એ રસ માત્ર પૂર્ણ પરમેષ્ટિના આજ્ઞારસથી બની શકે છે. પહેલા વિભાગમાં અરિહંત તથા કેવળજ્ઞાન લેતાં પહેલાં પંચપરમેષ્ટિપદ પામ્યા હોય તેવા સિદ્ધ ભગવાન (અર્થાત્ આચાર્ય, ઉપાધ્યાય, સાધુસાધ્વી) અને બીજા વિભાગમાં માત્ર સિદ્ધ ભગવાન કે જેમણે શ્રેણિમાં પ્રથમ વખત જીવ સમસ્તના કલ્યાણના ભાવ કરી પરમેષ્ટિ થયા હોય, તેઓ આવે છે.
પહેલા વિભાગના ૐૐ આજ્ઞારસમાં પૂર્ણાતિપૂર્ણ આજ્ઞારૂપી ધર્મ તથા આજ્ઞારૂપી તપ સાથે ધર્મનાં સનાતનપણા તથા મંગલપણાવાળા ગુણાશ્રવની ઉત્તમતાવાળો આજ્ઞારસ હોય છે, જેથી સ્વપરકલ્યાણક એવા આશામાર્ગ પ્રેરિત કલ્યાણ પ્રેરિત મહાસંવર માર્ગનું સિંચન થાય છે. બીજા વિભાગના ૐૐ આજ્ઞારસમાં પૂર્ણાતિપૂર્ણ આજ્ઞારૂપી ધર્મ તથા આજ્ઞારૂપી તપ હોય છે, જેથી સંવર પ્રેરિત મહાસંવર માર્ગની ઉત્તમતા અનુભવાય છે. આ ભેદને લીધે, એ પ્રકારે તે જીવના ભાવિનું ઘડતર થાય છે. જેને પહેલા વિભાગનો ૐ આજ્ઞારસ મળે છે, તે જીવને કેવળીગમ્ય પ્રદેશની રચના પછી મુખ્યત્વે પંચપરમેષ્ટિ ભગવંતનો સાથ વિકાસના પ્રત્યેક પગથિયે મળે છે. જેને બીજા વિભાગનો ૐ આજ્ઞારસ મળે છે તેને કેવળીગમ્ય પ્રદેશની રચના પછી
મુખ્યત્વે અન્ય સત્પુરુષોનો સાથ મળે છે. આ સાથની તરતમતાને લીધે તેની મુક્તિ માટેની ગતિ તથા સમયમાં ફેરફાર જોવામાં આવે છે.
આ પ્રકારે આજ્ઞારસ મેળવી જીવ કર્મની નિર્જરા વધારે છે. તેમાં પણ વિપાક ઉદય કરતાં પ્રદેશોદય પર લક્ષિત થઈ જીવ વધારે બળવાન નિર્જરા કરી શકે છે. એ પ્રદેશોદયથી કર્મ નિર્જરા કરવાના બે પ્રકાર થાય છે. પહેલા પ્રકારમાં જીવ સંવરને મુખ્ય કરી પ્રદેશોદયથી કર્મને નિર્જરાવે છે. બીજા પ્રકારમાં જીવ કલ્યાણને મુખ્ય કરી કર્મને પ્રદેશોદય દ્વારા નિર્જરાવે છે. સંવર પ્રેરિત પ્રદેશોદયમાં જીવ કર્મનો ઉત્તમ સંહાર કરે છે, એટલે કે સંવર પ્રેરિત મહાસંવરના માર્ગથી કર્મની નિર્જરા કરે છે. અને કલ્યાણ પ્રેરિત પ્રદેશોદયમાં જીવ ગુણાશ્રવ તથા કલ્યાણભાવના આધારથી
૨૯૧