________________
કેવળી પ્રભુનો સાથ
સમજાય છે કે એમાં કર્તાપણાના પરમાર્થ લોભને બળ આપવા જીવ પરમાર્થ સ્વચ્છંદમાં જઈ, ભોકતાપણામાં આજ્ઞારૂપી તપથી આજ્ઞારૂપી ધર્મને વેગ આપે છે. અર્થાત્ ભોકતાપણામાં જીવ આજ્ઞાધીન રહે છે. આમ આજ્ઞાધીન થવાથી જીવનમાં અંતરાયો તૂટે છે અને વીર્ય વધે છે. વીર્ય વધવાથી એ જીવમાં સુષુપ્ત રહેલી પરમાર્થ લોભની ભાવના કર્તારૂપે ઉદિત થાય છે, અને એ પરમાર્થ સ્વચ્છંદમાં આત્મિક શુદ્ધિનું કાર્ય કરે છે. આ પ્રકારના આત્મિક શુદ્ધિના પુરુષાર્થમાં નિર્જરા પ્રેરિત સંવર છે તે દેખાય છે. નિર્જરા પ્રેરિત સંવરમાં ગુણોનો આશ્રવ ઓછો થાય છે. અને છેવટે તે નિર્જરા પ્રેરિત નિર્જરા કરે છે. આ માર્ગે આગળ વધતા જીવમાં સતત એ ભાવ રમતા હોય છે કે મારે કર્મથી નિવૃત્ત થયું છે. તે માટે હે પ્રભુ! મને ગુણોનો આશ્રવ આપો; અને કર્મોનો સંવર આપો. આ પુરુષાર્થમાં જીવ મુખ્યત્વે નિર્જરા માર્ગ, નિર્જરા પ્રેરિત સંવર માર્ગ અને બહુ પુરુષાર્થી હોય તો તે મહાસંવરના માર્ગમાં જાય છે. મહાસંવરના માર્ગથી જીવને સંવરનું મહાભ્ય સમજાય છે, તેથી તે પછીથી જીવ યોગ્ય રીતે પોતાના પુરુષાર્થને સમ બનાવે છે. અર્થાત્ તે જીવ સંવર તથા નિર્જરા વચ્ચે પોતાના પુરુષાર્થને સમપણે રાખે છે.
સર્વોત્કૃષ્ટ શુદ્ધિમાં જીવ આત્મિક શુદ્ધિનાં અંતિમ ધ્યેયથી પુરુષાર્થની શરૂઆત કરે છે. તેથી સર્વોત્કૃષ્ટ શુદ્ધિ માટે જીવ આત્મિક શુદ્ધિ, વ્યવહાર શુદ્ધિ, ગુણ શુદ્ધિ આદિ સર્વ શુદ્ધિ આજ્ઞાનુસાર મેળવતો જાય છે. તે જીવ પોતાના પરમાર્થ લોભને અને પરમાર્થ સ્વચ્છંદને આજ્ઞાનુણ તથા આજ્ઞા ચારિત્રમાં ફેરવે છે. સર્વોત્કૃષ્ટ શુદ્ધિના ધ્યેયમાં જીવ આ પ્રકારના પુરુષાર્થને કારણે સહજતાએ ભોકતાપણામાં તથા કર્તાપણામાં આજ્ઞાધીન બને છે. એ જીવની સર્વ ઇચ્છાઓ માત્ર એક આજ્ઞામાં રહેવાના ભાવમાં સમાય છે. તેથી તે આજ્ઞામાં સ્થિર થાય છે. જીવને આવા ભાવ ક્યારે થાય? જ્યારે તેને રોમેરોમથી, પ્રદેશ પ્રદેશથી લક્ષ થાય કે જે સુખ અને શાંતિ આજ્ઞામાં રહેવામાં છે તે સર્વોત્તમ છે, અને જે સુખ અને શાંતિ અન્ય કાર્ય કે ભાવથી ઉત્પન્ન થાય છે તે તેનાં કરતાં ઘણી ઊતરતી કક્ષાનાં છે. આ સમજણને લીધે જીવ સહજપણે સંસારની તથા પરમાર્થની સુખબુદ્ધિને આજ્ઞાનું સુખ મેળવવા માટે ત્યાગી દે છે. આ જ પ્રક્રિયાને
૨૪૨