________________
કેવળી પ્રભુનો સાથ
સ્થિતિ, સંજોગ તથા ભાવમાં, શ્રી પ્રભુની આજ્ઞા અનહદ ધ્વનિ અથવા ૐ ધ્વનિથી સાંભળી એ જ પ્રમાણે ભાવ, વાણી તથા વર્તન પ્રવર્તાવે. આ પૂર્ણ આજ્ઞાનો સુંદર પુરુષાર્થ માત્ર વર્તમાન સ્થિતિમાં જ રહેલો છે. જીવ જ્યારે આ પુરુષાર્થ કરે છે ત્યારે તે માત્ર સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્ય જ હોય છે. અપવાદ રૂપે કોઈ અન્ય સંજ્ઞી પંચેન્દ્રિય હોય છે. સંજ્ઞી મનુષ્યની સંજ્ઞા અતિ તીક્ષ્ણ તથા વીર્યવાન હોય છે. મનુષ્ય સંજ્ઞાના જ આધારથી વર્તમાનમાં ભૂત, વર્તમાન તથા ભાવિના ભાવ કરી શકે છે.
જે વિરલા જીવો પ્રભુની આજ્ઞા તથા પરમેષ્ટિ ગુરુની આજ્ઞાભક્તિના વિનયમાં એટલી હદ સુધી પહોંચ્યા હોય કે તેઓ માત્ર વર્તમાનના જ નહિ, પણ ત્રણે કાળના એ શુભાશુભ કારણો, સ્થિતિ, સંજોગ તથા ભાવમાં શ્રી પ્રભુની આજ્ઞાને અનહદ ધ્વનિ અથવા ૐ ધ્વનિથી સાંભળી, એ જ પ્રમાણે વર્તમાનમાં વર્તન, વાણી તથા ભાવને પ્રવર્તાવે; આવા અતિ દુષ્કર, તીક્ષણ તથા સૂક્ષ્મ પુરુષાર્થને શ્રી પ્રભુ પૂર્ણાતિપૂર્ણ આજ્ઞાપાલન તરીકે ઓળખાવે છે. પૂર્ણાતિપૂર્ણ આન્નાના આ પુરુષાર્થમાં જીવો પૂર્ણ આજ્ઞાના વર્તમાન પુરુષાર્થથી ઊપજતી સંજ્ઞા દ્વારા ભૂત, વર્તમાન તથા ભવિષ્યની લાગણીઓ તથા ભાવોને પણ સ્વચ્છેદે નહિ પણ પૂર્ણ આજ્ઞાએ પ્રવર્તાવે છે.
જીવ આ પૂર્ણાતિપૂર્ણ આજ્ઞાને પાળે છે કઈ રીતે? શ્રી પ્રભુ અતિ કરુણાથી પાત્રતા જોઈ અતિ ગુપ્ત ભેદરહસ્ય ખોલે છે કે, “ૐ ગમય આણાય, આણાય ગમય ૐ” – ડૅના પરમાણુઓ જીવને આજ્ઞામાં લઈ જાય, અને એ જ આજ્ઞાનું વિશેષરૂપ થાય ત્યારે એ જ આજ્ઞા ૐમાં સમાઈ જાય; તે વખતે જીવ પૂર્ણાતિપૂર્ણ આજ્ઞાસિદ્ધિને પ્રાપ્ત કરે છે. શ્રી પ્રભુના સચોટ ઉત્તરમાં ઘણાં ઘણાં ભેદ રહસ્યો રહેલાં છે. શ્રી પ્રભુ પાસેથી ખુલાસો મેળવવા, શ્રી પ્રભુની આજ્ઞાથી શ્રી પ્રભુને વિનવીએ છીએ કે,
“હે ૐરૂપી સનાતન ધર્મના ધરનાર! કરનાર! પાલનહાર! તમારા અતિશુદ્ધ ચારિત્રની ખીલવણી જોઈ, આ જગતના પરમ ઈષ્ટ એવા શ્રી પંચ પરમેષ્ટિ ભગવંત! તમને તેના પ્રણેતા, પિતા તથા પાલક તરીકે પૂજીએ છીએ. તમારી શુદ્ધિ સામે મહાપુરુષાર્થી મુનિઓ પણ ઝાંખા છે, તો અમારા જેવા
૨૮૬