________________
કેવળી પ્રભુનો સાથ
અમને આ કર્મથી આવતી અપાહિજતા – અસહાયતામાંથી ઊગારો. તમને સર્વસ્વ સોંપી, શ્રધ્ધારૂપી આશાના કિરણથી આ દુ:ખરૂપી મહાસાગરને તરવા તમારી સમક્ષ અતિ આતુરતાથી જોઇએ છીએ.”
શ્રી ૐ ગુરુ પરમેષ્ટિની પૂર્ણાતિપૂર્ણ આન્નાના પાલનની ભક્તિના પ્રતાપથી આપણને સર્વ સમજાતું જાય છે. પૂર્ણાતિપૂર્ણ આજ્ઞા એટલે આજ્ઞાની પૂર્ણતામાં, પૂર્ણ આજ્ઞારસરૂપ પરમેષ્ટિ ભગવંતની પરાકાષ્ટાને ઉપજાવનાર સંજ્ઞા આદિ યોગ આજ્ઞામાં આધીન થવા માટે, જીવનાં અશુધ્ધ પ્રદેશો, કેવળીગમ્ય પ્રદેશ તથા રુચક પ્રદેશની પરમ આજ્ઞામાં રહી, પરમ નિસ્પૃહપણે તથા પરમ વીતરાગતાના તાણેવાણે વણાઈ જઈ, ચડતા ક્રમમાં સ્થિર થાય છે.
અહીં નિશ્ચયનયથી અશુધ્ધ પ્રદેશો કેવળીગમ્ય પ્રદેશોની પરમ આજ્ઞામાં છે, અને કેવળીગમ્ય પ્રદેશો રુચક પ્રદેશોની સિદ્ધિ આજ્ઞામાં – સિદ્ધ ભગવાન જે આજ્ઞાનું પાલન કરે છે તે આજ્ઞામાં રહે છે. એટલે કે કેવળીગમ્ય પ્રદેશો ઉત્તમતાએ મહાસંવરના માર્ગને આચરી અશુધ્ધ પ્રદેશોને કલ્યાણના માર્ગમાં દોરે છે; તેથી તેને રુચક પ્રદેશો પાસેથી સિદ્ધિ આજ્ઞાની ભેટ મળે છે. આમ દેનાર તથા લેનાર એવા રુચક પ્રદેશો, કેવળીગમ્ય પ્રદેશો અને અશુધ્ધ પ્રદેશો પૂર્ણ પરમેષ્ટિની આજ્ઞામાં સ્થિરપણે પૂર્ણ આજ્ઞાધીન થાય છે; એને શ્રી જિન પૂર્ણાતિપૂર્ણ આજ્ઞા તરીકે ઓળખાવે છે. આ પ્રક્રિયા અતિ વિરલ તથા અતિ ગુપ્ત છે. આ કાર્યમાં પૂર્ણ રુચક પ્રદેશથી કેવળીગમ્ય પ્રદેશો અને કેવળીગમ્ય પ્રદેશોથી અશુધ્ધ પ્રદેશો પૂર્ણ આજ્ઞામાં આવે છે. આથી આ પૂર્ણાતિપૂર્ણ આશા તરીકે ઓળખાય છે. બીજી અપેક્ષાએ આ સ્થિતિમાં પૂર્ણ આજ્ઞા કરતાં વિશેષ પૂર્ણતા છે, તેથી તેને પૂર્ણાતિપૂર્ણ (જેને Super Superlative) તરીકે Bulcru27 9127. Excellently Excellent.
ત્રીજી અપેક્ષાએ આ પુરુષાર્થમાં જીવના ચક પ્રદેશ, કેવળીગમ્ય પ્રદેશ તથા અશુધ્ધ પ્રદેશો પૂર્ણ આજ્ઞામાં હોવાને લીધે તેને શ્રી પંચપરમેષ્ટિ ભગવંત તરફથી દાનમાં માત્ર શુદ્ધ રસ જ મળે છે, એમાં કોઈ પુદ્ગલ પરમાણુ હોતા નથી. જીવે તેથી
૨૮૮