________________
કેવળી પ્રભુનો સાથ
જ્યાં સાધુસાધ્વીનાં પરમાણુઓ છે ત્યાં જીવે પહેલી પ્રક્રિયાથી જ આજ્ઞારસનો આહાર કરવો પડે છે. આનું કારણ એ છે કે સાધુસાધ્વીનાં પરમાણુનું કદ મોટું હોય છે, અને એમાંથી આજ્ઞારસ ખેંચવા માટે જીવને ઘણું વીર્ય વાપરવું પડે છે. આ માટે જીવે એક પરમાણુને દબાવી એમાંથી આજ્ઞારસ ખેંચી, ભક્ષણ કરી, તેમાંથી નવું વીર્ય ઉપાર્જન કરી બીજા પરમાણુમાંથી રસ ખેંચવાનો રહે છે, તે પછી ત્રીજું વગેરે.
શ્રી ઉપાધ્યાયજી મહાસંવરના માર્ગને આરાધે છે, એટલે તેમનાં પરમાણુની સંખ્યા વધારે હોવા છતાં તે પરમાણુઓ કોમળ અને વિશેષ રસવાળાં છતાં કદમાં નાનાં હોય છે. તેમ છતાં તે સહુને એકસાથે દબાવી, આજ્ઞારસ કાઢી એનો એકસાથે આહાર કરી શકાતો નથી; કારણ કે શ્રી ઉપાધ્યાયજીમાં અપેક્ષાએ સ્પૃહા રહેલી છે. આથી એમનાં કેટલાંક પરમાણુ જડ અને બાકીનાં કૂણાં હોય છે. પરિણામે પ્રત્યેક પરમાણુમાંથી આજ્ઞારસ ખેંચવો પડે છે.
શ્રી આચાર્યજી સંવર પ્રેરિત મહાસંવર માર્ગમાં હોય છે, તેથી તેમનું આજ્ઞાધીનપણું, વાણી, વર્તન તથા મનન વિશેષ હોય છે, તે કારણે તેમનાં પરમાણુઓ ઘણાં કૂણાં હોય છે. આને લીધે જો જીવને સિદ્ધિ મળી હોય તો તે બધાં પરમાણુઓને એકસાથે દબાવી, એમાંથી કલ્યાણરૂપ આજ્ઞારસને એકત્રિત કરી એનું પાન કરી શકે છે. આ પુગલ પરમાણુઓની સાથે શુદ્ધ આજ્ઞારસ પણ રહેલો હોય છે. શ્રી પરમેષ્ટિના પુરુષાર્થ અનુસાર આ આજ્ઞારસ કલ્યાણનાં પરમાણુમાં જીવને દાનરૂપે મળે છે. પુદ્ગલમાંથી જે આજ્ઞારસ જીવ કાઢે છે એ જીવના પુરુષાર્થ અને આજ્ઞાધીનપણા પર આધાર ધરાવે છે.
આ પરથી સમજાશે કે પરમેષ્ટિના દાનરૂપે મળેલો આજ્ઞારસ (જેને આપણે દાન આજ્ઞારસ કહીએ) અને જીવે પુરુષાર્થ કરી પરમાણુમાંથી ખેંચેલો આજ્ઞારસ (જેને મૂળ આજ્ઞારસ કહીએ) વચ્ચે ફરક હોવાની ઘણી સંભાવના છે. જેટલું આજ્ઞાધીનપણું વધારે શુધ્ધ, એટલે આ બંને પ્રકારના આજ્ઞારસમાં સામ્ય વધારે. જે જીવ પૂર્ણાતિપૂર્ણ આજ્ઞામાં પુરુષાર્થ કરે છે, તેના દાન આજ્ઞારસ અને મૂળ આજ્ઞારસ વચ્ચે કોઈ ફરક રહેતો નથી, જેટલું આજ્ઞાધીનપણું ઓછું એટલો તફાવત વધારે રહે છે. સરળ ભાષામાં
૨૮૪