________________
ૐ ગમય આણાય, આણાય ગમય ૐ
સમજવું હોય તો કહી શકાય કે જે આજ્ઞા દાનરૂપે મળે છે તે રસ વિશેષ કોટિના આજ્ઞાધીન જીવથી ઉત્પન્ન થયો છે, તેથી તે રસની ગુણવત્તા ઊંચા પ્રકારની હોય. એ જ કક્ષાના આજ્ઞાધીનપણાથી જો સાધક પરમાણુનો રસ ખેંચે તો એ આજ્ઞારસ એવા જ ગુણવાળો બને, નહિતર તે તેનાથી નબળી કે ઊતરતી કક્ષાનો બને તે સમજાય તેવું છે.
બીજી અપેક્ષાએ આ તફાવત સમજવો હોય તો આ પ્રશ્ન વિચારવો ઘટે કે દાન આજ્ઞારસ અને મૂળ આજ્ઞારસ એ ભેદ થવાથી જીવને શું લાભ થાય છે? આપણને શ્રી પ્રભુના કેવળજ્ઞાનના પેટાળમાંથી, ભેદરહસ્યવાળી અભેદ ૐની વાણીમાંથી ઉત્તર મળે છે કે આજ્ઞારસની સહાયથી જીવ વીર્ય ઉપાર્જન કરે છે. આ વીર્ય બે પ્રકારે છે: અભિસંધિજ વીર્ય અને અનભિસંધિજ વીર્ય.
અભિસંધિજ વીર્યથી જીવ સકામ પુરુષાર્થ કરી શકે છે, અને અનભિસંધિજ વીર્યથી જીવ અકામ પુરુષાર્થ કરે છે. પુરુષાર્થમાં જીવનાં આશ્રવ, સંવર અને નિર્જરા આવે છે. તેથી અભિસંધિજ વીર્યથી જીવ સકામ આશ્રવ, સકામ સંવર અને સકામ નિર્જરા કરી શકે છે, ત્યારે અનભિસંધિજ વીર્યથી જીવ અકામ આશ્રવ, અકામ સંવર અને અકામ નિર્જરા કરે છે. જીવનાં કલ્યાણ માટે સકામ પુરુષાર્થ વધારે ઉપકારી છે. (ઉપયોગી તથા કલ્યાણકારી છે.) માટે જેટલા અંશે જીવ સકામ પુરુષાર્થ કરવા ઇચ્છતો હોય એટલા અંશે તેને અભિસંધિજ વીર્યની જરૂર પડે છે, આ અભિસંધિજ વીર્યનાં તીક્ષ્ણતા તથા પ્રાબલ્ય જીવનાં દાન આજ્ઞારસ તથા મૂળ આજ્ઞારસની સમાનતા પર આધાર ધરાવે છે. વળી, જીવ જેટલા અંશે પૂર્ણ આજ્ઞામાં રહે છે એટલા અંશે દાન આજ્ઞારસ અને મૂળ આજ્ઞારસનું સામ્ય થાય છે. જીવે જો દાન આજ્ઞારસ અને મૂળ આજ્ઞારસને અભેદ કરવા હોય તો તેણે પૂર્ણથી પૂર્ણ આજ્ઞાનું પાલન કરવું અનિવાર્ય બને છે.
પૂર્ણથી પૂર્ણ આજ્ઞા એટલે શું? શ્રી પ્રભુના ૐ ધ્વનિના ગુંજનમાં આનો અતિ ગુપ્ત તથા ગંભીર ખુલાસો મળે છે. પૂર્ણ આજ્ઞા એટલે જીવ શુભાશુભ કારણો,
૨૮૫.