________________
કેવળી પ્રભુનો સાથ
અંતરાય કર્મ અને મૂળ કર્મનો ક્ષય કરે છે. મૂળ કર્મનો ક્ષય થવાથી જીવને વિનય પાછળ પરમાર્થ લોભ મળે છે.
આ વખતે જે જીવ અપૂર્ણ આજ્ઞામાં હોય છે તે સફળતારૂપ પ્રાપ્તિના આધારે માનભાવમાં સરી જાય છે, પણ જે જીવ પૂર્ણ આશામાં હોય છે તે જીવને લક્ષ રહે છે કે મને જે કંઈ પ્રાપ્તિ થઈ છે તે મારા આધારે નહિ, પણ પંચપરમેષ્ટિ આદિ દેવ, ગુરુ અને ધર્મના પ્રતાપથી થઈ છે. તેથી તે પ્રાપ્તિ માટે તે જીવ માનભાવમાં ન જતાં અહોભાવમાં જાય છે. અહોભાવ અને આભારભાવને લીધે જીવ સહજતાએ પાંચ મહાવ્રતનું પાલન સૂક્ષ્મ રીતે કરે છે. આ મહાવ્રતનું પાલન જીવ ત્યારે જ કરી શકે કે જ્યારે તે સંસાર અને પરમાર્થની સુખબુદ્ધિનો ત્યાગ કરી માત્ર આજ્ઞામાર્ગનું જ આરાધન કરતો હોય. આજ્ઞાનાં આવા આરાધનથી જીવ ગુણગ્રાહકપણાના ઉચ્ચ પુરુષાર્થમાં સરકે છે. અને આગળ વધતાં ગુણોનો સ્વામી થાય છે.
આજ્ઞાનાં આરાધનમાં જીવ પોતાના કર્તાપણાના ભાવને, ઉચ્ચ આત્માઓના સમૂહ એવા શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનાં શરણમાં સોંપે છે. જો જીવ જઘન્ય એવા સાધુસાધ્વીજીની આજ્ઞા પાળે છે, તો પણ તેમાં તેને સફળતા મળતાં તે જીવ સહેજે મળેલાં કલ્યાણનાં પરમાણુઓને લીધે ઉપાધ્યાયજી માટે ઉપકાર બુદ્ધિ, આજ્ઞાબુદ્ધિ અને પૂજ્યભાવ સેવે છે. વળી, એ જીવ સાધુસાધ્વીરૂપ પંચપરમેષ્ટિ ભગવંતનાં કલ્યાણનાં પરમાણુ દ્વારા સહજતાએ વિનયાભાર ગુણમાં ઉપાધ્યાયજીના ગુણો પ્રત્યે લોભ વેદે છે. જો એ વખતે તેને સિદ્ધિ થવાની હોય તો એ સિદ્ધિને અનુરૂપ પાંચ સમવાય મળે છે. અને એ વખતે જો તે પ્રભુકૃપાથી ઉપાધ્યાયજીના ગુણોને પ્રાપ્ત કરવા ઉપાધ્યાયજીના સાથની માગણી કરે છે તો એ ઉપાધ્યાયજીરૂપ પંચપરમેષ્ટિ ભગવંતનાં કલ્યાણનાં પરમાણુઓના સમૂહને ખેંચે છે. આ સમૂહમાં ઉપાધ્યાયજીએ વેદેલા આચાર્યજી માટેના વિનયભાવ અને અહોભાવનાં પરમાણુઓ પણ હોય છે, તેથી ઉપાધ્યાયજી પ્રેરિત કાર્યસિદ્ધિ થયે તે જીવ તેના માનભાવમાં જવાને બદલે શ્રી આચાર્યજીના ગુણપ્રાપ્તિના લોભમાં જાય છે. આ રીતે જીવ ઉત્તરોત્તર ગણધર પ્રભુ, અરિહંત પ્રભુ અને સિદ્ધપ્રભુનો અભિલાષી બની, પોતામાં વર્તતા માનભાવને
૨૪૦