________________
કેવળી પ્રભુનો સાથ
પેટાવિભાગ કેવા છે વગેરે જાણવું અગત્યનું છે. તો હે પ્રભુ! હે ગુરુ ! તમારી આજ્ઞા લઈ અમે આ ૐૐનું સ્વરૂપ જાણવા અને પામવા ઇચ્છીએ છીએ.
ૐ એટલે શ્રી અરિહંત, શ્રી સિદ્ધ, શ્રી આચાર્ય, શ્રી ઉપાધ્યાય તથા શ્રી સર્વ સાધુસાધ્વીરૂપ પંચપરમેષ્ટિ ભગવંતનો મેળાપ. સર્વ પુદ્ગલ સ્કંધમાં સમાન ભાવરસવાળા પુદ્ગલો રહેલા છે. આ નિયમ શ્રી પંચ પરમેષ્ટિ ભગવંતના કલ્યાણનાં પરમાણુઓમાં પણ રહેલો હોવો જોઇએ. ત્યાં એ વિચાર થાય કે પાંચ જુદા જુદા પરમેષ્ટિનાં પરમાણુઓમાં સમાનતા આવે છે કેવી રીતે ?
શ્રી પ્રભુ પ૨મ કરુણા કરી અંતરજ્ઞાનમાં સમજાવે છે કે પાંચે પરમેષ્ટિ ભગવંતમાં દશા અને કક્ષાનુસાર ઘણું તરતમપણું તો છે જ, પણ સાથે સાથે એટલું જ સમાનપણું પણ છે. આ સમાનપણું તરતમતાને ગૌણ કરે છે, અને તેમના કલ્યાણનાં પરમાણુઓ ભેગા થઈ પુદ્ગલનો સ્કંધ બનાવે છે. પૂર્ણ અને અપૂર્ણની તરતમતાને ગૌણ બનાવે એવી કઈ સમાનતા તેમની વચ્ચે રહેલી છે? શ્રી પ્રભુ પરમ પ્રેમથી આપણને સમજાવે છે કે એમની વચ્ચેનું સમાનપણું બે પ્રકારે છે. પહેલું છે, ‘આણાએ ધમ્મો અને આણાએ તવો', અને બીજું છે લોકસમસ્ત માટેના કલ્યાણભાવ. આ બે પ્રકારના સમાનભાવનો વિચાર કરીએ તો તેમાં ગુપ્તભક્તિ રહેલી જણાશે. કારણ કે ‘આણાએ ધમ્મો અને આણાએ તવો'માં આજ્ઞાનો ભાગ આવે છે, તો લોકસમસ્તના કલ્યાણભાવમાં સંજ્ઞારૂપ આજ્ઞાનું વર્ચસ્વ રહેલું છે. લોકસમસ્તના કલ્યાણભાવ વેદવા માટે જીવે ભૂત, વર્તમાન અને ભાવિને એક કરી આજ્ઞારૂપી ભક્તિના મહામાર્ગના એકઠા કરેલા ભાવને કેંદ્રિત કરવા પડે છે. આ દુષ્કર કાર્ય ત્યારે જ થાય છે જ્યારે એ જીવ ગુપ્ત ભક્તિના મહાસાગરમાં ડૂબેલો હોય છે. આ રીતે તેમનામાં રહેલી સમાનતા આપણને જણાય છે.
પરંતુ તેઓ પોતામાં રહેલી શુદ્ધિની તરતમતાને કેવી રીતે ગૌણ કરે છે? શ્રી પ્રભુ એ જ શાંત મુદ્રાથી ગંભીર ૐ ધ્વનિથી ઉત્તર આપે છે કે, લોકમાં વિવિધ પ્રકારનાં જીવો છે. જે નિત્યનિગોદથી શરૂ કરી – કેવળી સમુદ્દાત કરતા અને કેવળી સમુદ્દાત કરી સિદ્ધ થયેલા સર્વ આત્મા સુધીના છે. આ બધા જ જીવો તથા આત્માઓ માટે કલ્યાણભાવ સેવવો અતિ દુષ્કર છે, કારણ કે જેની પાસે લોકનું જ્ઞાન છે તેની પાસે
૨૭૮