________________
કેવળી પ્રભુનો સાથ
પર વિજયત્વ સિધ્ધ કરવા આ માર્ગ ખુલ્લો કરે છે. આજ્ઞા તથા સંજ્ઞાને એક કરવાનો માર્ગ તેના પોતાનાં વ્યક્તિગત ગુણમાં જ રહેલો છે. આજ્ઞાનાં ગુણોનો સારાંશ એટલે જીવનો વર્તમાન પુરુષાર્થ અને પરમઈષ્ટ આત્માની શુદ્ધ શિખામણ. સંજ્ઞાના ગુણોનો સાર એટલે ત્રણકાળના પુરુષાર્થને સેવી શકવાની યોગ્યતા અને કર્તાપણાનો (રાજેશ્વરની ભાવના) બળવાન ભાવે. આ બે પદાર્થના ગુણના સારનો વિચાર કરીએ તો અતિ ગુપ્ત છતાં અતિ સુલભ માર્ગ નીપજે છે.
જીવની સંજ્ઞા પોતા સાથે સંબંધ ધરાવે છે. તેથી તેનાથી માર્ગ શરૂ થાય છે. (ઉપાદાન તૈયાર કરવું). જીવ શુભ માનવપણું, ધર્મશ્રવણ, શ્રદ્ધા અને પુરુષાર્થ દ્વારા સંજ્ઞાને ધર્મની રાગી બનાવે છે. આ ધર્મમાં જીવ શાંતિ અનુભવે છે, તેથી સંજ્ઞાનો કર્તાપણાનો ગુણ એને ફરીથી આ તરફનો પુરુષાર્થ કરવા પ્રેરે છે. ત્યાં ત્રણ કાળનું એકપણું થતું હોવાથી ભૂતકાળની શાંતિ તથા ભાવિમાં મેળવવાની સિદ્ધિ તેને વર્તમાનમાં પુરુષાર્થ કરવા તરફ દોરે છે. આમ સંજ્ઞા ધર્મના “ચતુરંગીય'ના સાધનથી ભૂતકાળ તથા ભાવિકાળને વર્તમાનરૂપ કરે છે.
આજ્ઞામાં માત્ર વર્તમાનકાળ હોય છે. સંજ્ઞાના પુરુષાર્થથી ત્રણે કાળ વર્તમાનરૂપ થયા હતા, તે આજ્ઞાના વર્તમાનમાં ભળે છે. આ સાથે આજ્ઞા એ બીજા પરમ આત્માની શિખામણ છે. એ પરમ આત્મા નિશ્ચયથી આત્મપ્રાપ્ત છે – પામેલો છે. અને પામેલો પમાડે એ ન્યાયે આજ્ઞા સંજ્ઞાને શુદ્ધિ તરફ વાળે છે. શુદ્ધિ તરફ જતાં સંજ્ઞા પોતાના ગુણને લીધે ભૂત તથા ભાવિનો વિચાર કરે છે. ભૂતકાળની ભૂલોને યાદ કરી, એ પશ્ચાત્તાપરૂપ ક્ષમાપના કરે છે અને ભાવિના ગુણને ઓળખી પ્રસન્નતા તથા સહજસ્થિતિ સહિત તે મંત્રસ્મરણ તથા ધ્યાન કરે છે. પરંતુ દરેક વખતે તેને આ માર્ગ સહેલાઈથી મળતો નથી, ત્યારે તે જીવ મુંઝાય છે. એ વખતે તે જીવ હારતો નથી, પણ સંજ્ઞાના કર્તાપણાના ગુણનો આધાર લઈ (રાજેશ્વરી માનભાવ, મરીશ પણ ઝૂકીશ નહિ) પોતાના બાંધવરૂપ આજ્ઞાને પ્રાર્થના કરે છે. આ પ્રાર્થના કરવાથી આજ્ઞા વર્તમાનની સ્થિતિમાં સંજ્ઞાને વીર્ય આપે છે. સંજ્ઞા આ વીર્યના આધારે ભૂતકાળના બંધનને તોડે છે. અને ભવિષ્યના ગુણોને તે
૨૭૬