________________
કેવળી પ્રભુનો સાથ
પોતાની બુદ્ધિગત માન્યતાને આધારે કરે છે. તે વખતે જીવ અજ્ઞાનના બળવાન ઉદયને કારણે, મોટાભાગે સંજ્ઞાના જન્મદાતા સપુરુષ પ્રત્યે અને સત્પરુષના ધર્મમાર્ગ પ્રત્યે બુદ્ધિના વાદ વાપરી, બંનેને દૂભાવે છે. આમ થવાનું મુખ્ય કારણ એ છે કે સંજ્ઞા જીવ સાથે જોડાયેલી છે, અને જીવના ભાવ મુખ્યત્વે વિભાવ તરફ તથા સંસાર તરફ વર્તે છે, તો બીજી બાજુ સપુરુષ અને તેમનો સનાતન ધર્મ મોક્ષ તરફ વર્તે છે. આ પરસ્પર વિરોધને લીધે લગભગ બધા જીવો સંજ્ઞાનો ઉપયોગ આજ્ઞાથી વિરુધ્ધ વર્તવાની પ્રેરણા મેળવવામાં કરે છે. આ વિરોધને સંસારમાં પણ આપણે સ્થૂળતાએ સમજીએ છીએ. બુદ્ધિ અને લાગણી વચ્ચેનો વિરોધ જ આ સૂચવે છે. ઊંડાણથી વિચારતાં જણાય છે કે લાગણીનું મૂળ જીવના ભાવ પર રહેલું છે, ત્યારે બુદ્ધિ જીવની તર્કશક્તિ પર આધારિત છે. આ થયો સંજ્ઞાનો નબળો ભાગ. વળી આપણે જાણીએ છીએ કે આ જ સંજ્ઞા જીવને સાચો પુરુષાર્થ કરવા માટે અનિવાર્ય છે. આમ બે વિરુધ્ધદિશામાં જતાં આજ્ઞા તથા સંજ્ઞાને જીવ એક જ માર્ગમાં કેવી રીતે વાળી શકે છે? અને તે બંને એક જ દિશામાં ચાલે તો શું ફાયદો થાય?
શ્રી પ્રભુ એમના કેવળજ્ઞાનની સત્તાથી તથા પરમ કલ્યાણ અને કરુણાની લાગણીના સંગમથી ઉત્તરરૂપ વર્ષા કરે છે. સંજ્ઞા અને આજ્ઞા બંને એકમાર્ગી થઈ શકે છે. આ બંને જો એકમાર્ગી થતા ન હોત તો શ્રી તીર્થકર પ્રભુ પરતંત્ર એવા એકેંદ્રિય અસંજ્ઞી જીવને પોતાના તાબામાં લઈ સિધ્ધ કરી દેત. આ થવું અસંભવિત છે; કારણ કે પ્રભુ કોઈની પણ સ્વતંત્રતા પર તરાપ મારતા નથી, અને તેથી જ અનંતકાળમાં પણ આમ બન્યું નથી. માટે સિદ્ધિ મેળવવા સંજ્ઞા અનિવાર્ય છે. વળી આજ્ઞા તથા સંજ્ઞા એકમાર્ગી થઈ શકતા ન હોત તો કોઈ પણ જીવ સિદ્ધ થઈ શકત નહિ, કારણ કે સર્વ કેવળી ભગવાન તથા સર્વ સિધ્ધાત્મા છદ્મસ્થ અવસ્થામાં છેલ્લા જન્મમાં નિયમથી સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્ય હોય છે.
સંજ્ઞા તથા આજ્ઞાને કેવી રીતે એકમાર્ગી કરવા તેની જાણકારી મેળવતાં પહેલાં તે બંનેને એકરૂપ કરવાથી શું ફાયદા થાય તે વિચારીએ. આ ફાયદાનું આકર્ષણ થતાં
૨૭૪