________________
કેવળી પ્રભુનો સાથ
પાળે છે તથા બોધે છે, એમનો આજ્ઞાબોધ માત્ર કેવળીસમુદ્ધાતના રસપરમાણુ સાથે જ હોય છે; આ પાંચમો વિભાગ થયો.
આ દરેક વિભાગમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવ મુજબ આજ્ઞા આરાધનમાં – આજ્ઞા પાળવામાં અને બોધવામાં ફેર પડે છે. તેને અનુસરી ૐના અનંત વિભાગ તથા પેટાવિભાગ થાય છે.
“ૐ ગમય આણાય, આણાય ગમય ૐ” એટલે જીવનું એવું વર્તન કે જેથી ૐ રૂપી પરમેષ્ટિના સાથથી જીવ આજ્ઞારૂપી ધર્મમાં જાય, અને એ આજ્ઞારૂપી ધર્મના આરાધનથી જીવ આજ્ઞારૂપી તપને આદરતો જાય. જીવને જો એના વિભાવને કારણે, ઇચ્છાયોગે કે ઉદયયોગને કારણે ઉૐનો સાથ છૂટી જાય છે, તો આજ્ઞારૂપી તપ તેને ફરીથી ૐના સાથમાં લઈ જાય છે.
બીજી અપેક્ષાથી વિચારીએ કે જો જીવ અતિ પુરુષાર્થી હોય, અને અપ્રમત્તભાવે પુરુષાર્થ કરતો હોય તો તે ૐના સાથથી આજ્ઞારૂપી ધર્મ પામ્યા પછી, તેને જો કર્મના વિપરીત ઉદયો આવે છે તો પણ તે વિભાવમાં જતો નથી, પણ (અપેક્ષાએ) આજ્ઞામાં સ્થિર રહે છે. આવા પુરુષાથી જીવને માટે પણ ‘ૐ ગમય આણાય,આણાય ગમય
ૐ” ની પ્રક્રિયા જરૂરી છે. જીવ પુરુષાર્થ હોય ત્યારે તે ૐના સાથથી આજ્ઞારૂપી ધર્મમાં સરે છે. પરંતુ આ આજ્ઞાપાલન જીવની વર્તમાન સ્થિતિ પર આધાર રાખે છે. માટે જીવ જે આજ્ઞા પાળે છે તે આજ્ઞા તેની વર્તમાનની આત્મિક શુદ્ધિ કે સર્વોત્કૃષ્ટ સિદ્ધિ પર આધારિત હોય છે. હવે, આ જીવને સંજ્ઞા છે, તે સંજ્ઞાના ઉપયોગથી જીવ ભવિષ્ય માટેના ભાવ વર્તમાનમાં કરી શકે છે. તે ભવિષ્યની સિદ્ધિ કે વિકાસના ભાવ સફળ કરવા જીવે વિશેષ પુરુષાર્થ કરવો પડે, અને તે માટે વિશેષ યોગબળની જરૂર પડે. યોગબળ મેળવવા તથા ભાવિની શુદ્ધિ પામવા તે આજ્ઞા માગી શકે અને પ્રાર્થના દ્વારા આજ્ઞા મેળવી પણ શકે. આ સાધનની સફળતા કરવા, તેણે, તે સકામ પુરુષાર્થી હોવા છતાં અને આજ્ઞારૂપી ધર્મમાં ૐની સહાયથી આરૂઢ થયો હોવા છતાં, ભવિષ્યની શુદ્ધિ માટે અંતરાય અને એને લગતાં મોહનીય તથા સુખબુદ્ધિને તોડવાનાં
૨૭૨