________________
ૐ ગમય આણાય, આણાય ગમય ૐ
જીવ સહજતાએ માર્ગ સમજી શકશે અને તેનું પાલન કરવા માટે એને એક બળવાન પ્રેરણાસ્ત્રોત (incentive) મળશે.
સંજ્ઞા તથા આજ્ઞાને એકમાર્ગી કરવાના ફાયદા સંજ્ઞા અને આજ્ઞાનાં લક્ષણો (characteristics) ઘણાં જ જુદાં છે. આજ્ઞા એ અન્ય આત્મા પ્રત્યેની, જીવની વર્તમાન સ્થિતિ માટે શિખામણ છે. સંજ્ઞામાં ભૂત, વર્તમાન અને ભાવિ માટે તર્ક કરવાની શક્તિ છે. સંજ્ઞામાં ત્રણે કાળમાં મેળવેલા કે મેળવવાના શ્રુતનો યોગ્ય પરિસ્થિતિ અનુસાર ઉપયોગ કરવાની વિચક્ષણ શક્તિ પણ છે. જેને અંગ્રેજીમાં આપણે application કહીએ છીએ.
સંજ્ઞા જીવની પાંચ ઇન્દ્રિયોનો રાજા છે. અને પરોક્ષ રીતે લાગણીનો પણ રાજા છે. માટે જો રાજા આજ્ઞાના તાબામાં આવી જાય તો પ્રજાને તાબામાં લાવવી જીવ માટે અતિ સુલભ છે. સંજ્ઞા મનોયોગ સાથે સંબંધ ધરાવે છે, અને મનોયોગ કર્યાશ્રવ કરવા માટે સહુથી બળવાન સાધન છે. તેની પાસે વચનયોગ તથા કાયયોગ મનોયોગના દાસ જેવા છે. સંજ્ઞા જો જીવના તાબામાં આવે તો યોગ પણ તેના તાબામાં આવી જાય. જો યોગ તાબામાં આવે તો કર્મબંધના અન્ય ચાર કારણોનું ભાજન જીવના આજ્ઞાના તાબામાં હોવાથી તેનું બંધારણ મંદ થઈ શકે છે, તેથી જીવ કર્મને મંદ કરી શકે છે. અન્ય ચાર કારણોના બંધ (યોગ સિવાયના) જીવ મુખ્યત્વે મનોયોગ દ્વારા કરે છે. આ multi-functional – વિવિધ કાર્ય કરનારી સંજ્ઞાને આજ્ઞાના તાબામાં લાવવી એ જીવ માટે અતિ હિતકારી છે. પરંતુ સંજ્ઞાને તાબામાં લાવવી એ અતિ દુષ્કર છે. એ વિશે શ્રી આનંદઘનજીએ કુંથુજિનસ્તવન'માં લખ્યું છે કે, “જિમ જિમ જતન કરીને રાખું, તિમ તિમ અલગું ભાંજે હો,
- કુંથુજિન મનડું નિમહિ ન બાજે.” આજ્ઞા તથા સંજ્ઞાને આપણે કેવી રીતે એકમાર્ગી કરવાં? આ વિશે શ્રી પ્રભુને પ્રાર્થના કરીએ છીએ ત્યારે શ્રી જિનેશ્વર પ્રભુ અતિ કરુણાભાવથી અને ધર્મનું કર્મ
૨૭૫