________________
3ૐ ગમય આણાય, આણાયં ગમય ૐ
પ્રગટાવે છે. આમ ધીરે ધીરે સંજ્ઞા આજ્ઞાની ગુરુતાને (superiority ને) ઓળખે છે. અને રાજાના ગુણની જેમ પોતાની પ્રજાને ઉચ્ચ પદાર્થના સાનિધ્યમાં સોંપે છે, રાજા તથા પ્રજા બંને આજ્ઞાના તાબામાં આવવાથી આજ્ઞારસરૂપ કલ્યાણનો પ્રવાહ એ જીવમાં વહેતો થાય છે. આ આજ્ઞારસથી અંતરાયકર્મ તૂટે છે. અંતરાય જતાં જીવ વીર્ય ફોરવી, કર્મનો ક્ષય કરી શુધ્ધ, બુધ્ધ, ચૈતન્યઘન સ્વરૂપ થવાની શક્તિ મેળવે છે.
આજ્ઞા અને સંજ્ઞા એક થાય એવી સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્યને ધર્મરૂપી આજ્ઞા અને પરૂપી આજ્ઞા પાળવી અતિ સુગમ થઈ જાય છે; કારણ કે સંજ્ઞાના માધ્યમથી જીવ આજ્ઞા પાળવામાં પૂર્વે કરેલી ભૂલ માટે ઉત્તમ ક્ષમા માંગી, વર્તમાનના વર્તનને આજ્ઞાધીન બનાવી, ભાવિ તથા વર્તમાનની આજ્ઞાપાલનની અંતરાય તોડતો જાય છે. આમ ભૂત, વર્તમાન અને ભવિષ્યને વર્તમાનમાં આજ્ઞારૂપ કરવા, તેને જ્ઞાનીઓએ ઉત્તમ માર્ગ તરીકે, ગુપ્ત ભક્તિ તરીકે ઓળખાવેલ છે. ગુપ્ત ભક્તિ એટલે, અત્યાર સુધી જે સંજ્ઞા આજ્ઞાની યથાર્થતાને પોતાના તર્કથી ચકાસતી હતી, તે જ સંજ્ઞા આજ્ઞાનાં ગૂઢ રહસ્યો અને ભેદજ્ઞાનમાં પોતાના તર્કને સમર્પિત કરે છે. આથી જીવ ગુપ્ત ભક્તિમાં સંજ્ઞા દ્વારા આજ્ઞાથી વિરોધી વાણીને ગુપ્ત કરી દે છે. અને તે સંજ્ઞાદિ સર્વ વીર્યને આજ્ઞાપાલનના સકામ પુરુષાર્થમાં ઓતપ્રોત કરે છે. આ ગુપ્ત ભક્તિને શાસ્ત્રકારો પરાભક્તિ તરીકે ઓળખાવે છે. પરંતુ ગુપ્તભક્તિ તે માત્ર પરાભક્તિ નથી, તે પોતામાં પરમ ભક્તિને પણ સમાવે છે. માટે અહીં એ સિદ્ધિને એકરૂપે ગણી ગુપ્તભક્તિ કહેલ છે. બીજી અપેક્ષાએ ગુપ્તભક્તિ આવતાં જીવ અંતરમૌન સેવતો થાય છે. તેથી એ પોતાનો ભક્તિભાવ વાણી દ્વારા વ્યક્ત કરતો નથી, પણ પોતાની ભક્તિ પોતાના વિચાર(ભાવ) અને વર્તનમાં વધારતો જાય છે. આ જાતની પ્રક્રિયા મુખ્યત્વે સર્વ આચાર્યો કરતા હોય છે.
સંજ્ઞા અને આજ્ઞાની એકરૂપતા વાળી ગુપ્ત ભક્તિને પ્રાપ્ત કરવી અતિ દુષ્કર તો છે જ, પણ એ ગુપ્ત ભક્તિને ગંભીર ભક્તિરૂપ ગૂઢ ભક્તિ બનાવવી એ એનાથી પણ દુષ્કર કાર્ય છે. આ સિદ્ધિને પ્રાપ્ત કરવા માટે જીવે શ્રી ૐની સહાય અને સાથ લેવાં પડે છે. આ સાથને સમજવા માટે આપણે ૐનો સાથ કેવો હોય છે, તેના
૨૭૭