________________
કેવળી પ્રભુનો સાથ
સરવૈયુ કાઢીએ તો સંવર પ્રેરિત નિર્જરામાર્ગ અને નિર્જરા પ્રેરિત સંવર માર્ગથી મહાસંવર માર્ગ નિરૂપાય છે. તેથી નમસ્કાર મહામંત્રમાં ‘સવ્વ સાહૂણં'ને એટલે કે સર્વ સાધુસાધ્વીના સમૂહને નમસ્કાર કરવામાં આવ્યો છે.
શ્રી ઉપાધ્યાયજી આ મહાસંવરનો માર્ગ સાધુસાધ્વીને બોધે છે. જેઓ બોધ આપે છે તેઓ પણ મહાસંવરના માર્ગને પાળતા જ રહે છે. આ મહાસંવરના માર્ગમાં સંવરની તીક્ષ્ણતા કરી, ચારિત્રરૂપ આચરણના હેતુથી જ મહાસંવરના માર્ગનું પાલન કરે છે, એવા આચાર્ય ભગવંત સંવરપ્રેરિત મહાસંવર માર્ગનું પાલન કરે છે. માત્ર પોતાના પૂર્વ સંચિત કલ્યાણભાવની નિર્જરાના હેતુથી જે મહાસંવરમાર્ગનું પાલન કરતાં કરતાં ધર્મની સ્થાપના કરે છે એવા શ્રી અરિહંત પ્રભુ કલ્યાણપ્રેરિત મહાસંવર માર્ગમાં આરૂઢ હોય છે. સમયની મર્યાદાને ઉલ્લંઘીને જે દરેક કાળમાં આજ્ઞાને પાળે છે તેવા સિદ્ધ પ્રભુ અને કેવળી સમુદ્યાત દ્વારા શેષ રહેલા પોતાનાં કલ્યાણનાં પરમાણુને આ લોકમાં વેરી દઈ સિદ્ધ થતા ભગવાન આજ્ઞામાર્ગ પ્રેરિત કલ્યાણ પ્રેરિત મહાસંવર માર્ગને આરાધે છે.
સાધુસાધ્વીજી માટે મહાસંવર માર્ગ એ ઇચ્છનીય ઘુવકાંટો છે, ઉપાધ્યાયજી માટે સંવર પ્રેરિત મહાસંવર માર્ગ એ ઇચ્છિત ધુવકાંટો છે, આચાર્યજી માટે કલ્યાણ પ્રેરિત મહાસંવર માર્ગ એ યોગ્ય ધુવકાંટો છે અને અરિહંત પ્રભુ માટે આજ્ઞા પ્રેરિત, કલ્યાણ પ્રેરિત મહાસંવર માર્ગ એ મુખ્ય ધ્રુવકાંટો છે. પોતાની વર્તમાન સ્થિતિ અને ઇચ્છનીય ધુવકાંટાના ભાવથી શ્રી પંચપરમેષ્ટિ ભગવંતથી બનતા કલ્યાણનાં પરમાણુના સ્કંધ પૂર્ણ, પરિપૂર્ણ અને કેવળ બને છે. જે લોકના કોઈપણ જીવ માટે લાભદાયી નીવડે છે.
આ સ્કંધનું બંધારણ કઈ રીતે થાય છે તે સમજવું અગત્યનું છે. સાધુસાધ્વી સંવર પ્રેરિત નિર્જરા માર્ગ અથવા નિર્જરા પ્રેરિત સંવરમાર્ગનું આરાધન કરતા હોય છે. આ પુરુષાર્થ કરતાં કરતાં તેઓ મહાસંવર માર્ગની ઇચ્છા કરે છે. આ ઇચ્છાને લીધે તેમના પરમાણુમાં ભાવિનયગમ નયના આધારે મહાસંવર માર્ગના પરમાણુઓ
૨૮૦