________________
કેવળી પ્રભુનો સાથ
હોવાથી, તમે પાત્ર જીવની ઇચ્છાનુસાર દાન કરો છો, અને ઋણમુક્ત થાઓ છો.”
“પરકલ્યાણનું આ કાર્ય સમાપ્ત થાય છે કે તરત જ પ્રભુઇચ્છા જાણીને તમે સ્વના પુરુષાર્થ અને શાંતિ તથા સુખમાં નિમગ્ન થાઓ છો. તમને નથી સ્વસુખનો રાગ, નથી પરકલ્યાણનો રાગ, રાગ છે માત્ર વીતરાગતાનો, આજ્ઞાનો અને આજ્ઞારૂપ કલ્યાણનો. આ રાગને રાગરૂપે નહિ, પણ પ્રેમરૂપે, વિનયરૂપે તથા આજ્ઞારૂપે અમે ઓળખીએ છીએ. જે આજ્ઞાપ્રેરિત, કલ્યાણપ્રેરિત, મહાસંવર માર્ગની ગૂઢતા છે, એ ૐ ના આ વર્તન, આરાધન તથા પુરુષાર્થમાં છે. આ જ્ઞાન, હે ! તમે જ અમને કૃપા કરી દાનમાં આપો છો. અહો ! તમારી પાસેથી જે દાન મળે છે તેનો આભાર શબ્દ દ્વારા માની શકાતો નથી, તે તો માત્ર તમારા આજ્ઞાવીર્યથી સ્ફુરાયમાન થાય છે. તમારા આ જ્ઞાનદાનનો અમે ખૂબ આભાર માનવા ઇચ્છીએ છીએ. પણ એ ઇચ્છા શબ્દન્દ્વારા પૂરી થઈ શકતી નથી, તેથી તમારો યથાર્થ રીતે આભાર માનવા માટે, અમે તમારી પાસે વીર્ય, પુરુષાર્થ તથા સાથ માગીએ છીએ, કે જેથી અમે મળેલા જ્ઞાનદાન માટે આજ્ઞારૂપી સાધનથી યોગ્ય આભાર માની શકીએ; અને એનું યથાર્થ પાલન પણ કરી શકીએ. માં આજ્ઞા છે, અને આજ્ઞામાં ધર્મ તથા તપ છે. ધર્મમાં અને તપમાં સર્વોત્કૃષ્ટ મંગલપણું છે. મંગલમાં મંગલ એ માત્ર ૐૐ રૂપી ધર્મ છે. માટે જે પ્રશ્ન થી શરૂ થાય છે, એ પ્રશ્નનો ઉત્તર ૐ માંથી જ મળે છે. તેથી હે ! તમારા પણાને અમે યથાર્થપણે સમજીને સમજાવી શકીએ એ જ આજ્ઞા માગી, ૐ રૂપી મહાસમુદ્રમાં અમે ડૂબકી ખાવા ઇચ્છીએ છીએ. ! તમે જ નાવિક છો, તમે જ સાથ આપના૨ મત્સ્ય છો કે જે સમુદ્રના કાંઠે તથા સપાટી પર તરવામાં મદદ કરે છે. અને જ્યારે તમે અમને મહાસમુદ્રનાં પેટાળમાં રહેલાં રત્નો મેળવવા અર્થાત્ માર્ગનાં ગૂઢ રહસ્યો જાણવા આજ્ઞા કરો છો ત્યારે તમે જ માછલી
૨૭૦