________________
પ્રકરણ ૧૭ ૐ શ્રી ગુરુની આજ્ઞાભક્તિથી ૐ ગમય આણાય, આણાય ગમય ૐ
ૐ શબ્દમાં આખું વિશ્વ સમાય છે. ૐમાં ધ્વનિ છે, શબ્દ છે, ગુંજન છે અને નિયમ છે. માં આજ્ઞા છે, ૐ શાશ્વત છે; અનાદિ અનંત છે. ૐમાં ગુરુ છે, તેમ જ ઉૐ માં શિષ્ય પણ છે. ઉંૐ એ જ ધર્મ છે. ધર્મ એ જ ૐ છે. માટે ૐની ગૂંથણી, ૐનું ઉપાર્જન તથા ૐના ઉપયોગને યથાર્થપણે જાણવા એ અતિ અગત્યનું છે. માટે 3ૐ રૂપી ઇશ્વર પાસે આપણે સહુ પ્રાર્થીએ કે,
હે ૐ! તમારા જ્ઞાનસાગરના ઊંડાણમાં આ લોક, તેમજ આ લોકના સર્વ નિયમો, રહસ્યો, ગુપ્ત ભેદો તથા માર્ગોની જાણકારી સમાયેલી છે. આ જાણકારી અને રહસ્યો પાત્ર જીવો માટે સાવ ખુલ્લાં છે, તથા બાળ જીવો માટે એટલાં જ ગુપ્ત છે. અહો ૩ૐ! તમારાં આ કરુણા તથા કલ્યાણ કાર્યને અમે વંદન કરીએ છીએ. જે જીવની જેટલી યોગ્યતા છે, તેટલી જ માત્રામાં તમે રહસ્યો ખોલો છો, ત્યાં તમે તમારી મોટાઈ કે જાણપણાને પરમ વીતરાગ દશામાં સમાવી, સહજાનંદના સુખને માણો છો. વળી, આ સહજાનંદના સુખમાં પણ તમે લોભાતા નથી. જ્યારે કોઈ પાત્ર જીવની તમે અભિલાષા જુઓ છો, ત્યારે એક સમયના પણ વિલંબ વિના તમે એ પાત્ર જીવની અભિલાષા પૂર્ણ કરવા કાર્યકારી થાઓ છો. અહો! કેવી તમારી અગાધ વીતરાગતા! કેવું ભવ્ય આજ્ઞાધીનપણું! જ્યાં પરની પાત્રતા દેખાય છે, ત્યાં પૂર્વ સંચિત ઋણ ચૂકવવાનો સુંદર સમય જાણી, સ્વસુખમાંથી તમે પરકલ્યાણમાં જાઓ છો. પરંતુ આ પરકલ્યાણમાં કોઈ સ્પૃહા રહી ન
૨૬૯