________________
जीवस्स णिञ्चयादो धम्मो दहलक्खणो हवे सुयणो । सो णेइ देवलोए सो चिय दुक्खक्खयं कुणइ ॥१८॥
આ જીવને પોતાનો ખરો હિતસ્વી નિશ્ચયથી એક ઉત્તમક્ષમાદિ દશલક્ષણધર્મ જ છે, કારણ કે તે ધર્મ જ દેવલોકને પ્રાપ્ત કરાવે છે, તથા તે ધર્મ જ સર્વ દુઃખના નાશરૂપ મોક્ષને પ્રાપ્ત કરાવે છે. (૧૮)
सव्वायरेण जाणह इक्कं जीवं सरीरदो मिण्णं । जह्नि वु मुणिदे जीवे होइ असेसं खणे हेयं ॥ १९ ॥
હે ભવ્યાત્મા! તું જીવને શરીરથી સર્વ પ્રકારે ભિન્ન, ઉદ્યમ કરીને પણ જાણ. જેને જાણતાં બાકીનાં સર્વ પરદ્રવ્યો ક્ષણમાત્રમાં તજવા યોગ્ય લાગે છે. (૧૯)
– સ્વામી કાર્તિકેયાનુ-પ્રેક્ષા.