________________
સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ
ફિક્કા લાગે છે, પણ અંતરમાં એ ભાવ થાય છે કે તમારો આ જિનમાર્ગ સર્વ જીવોને પ્રાપ્ત થાય, તમારું યોગબળ સદાય જયવંત રહે, તમારી કૃપા લોકના એકેએક જીવને અસ્મલિતપણે મળ્યા કરે, અને આ લોકના તમામે તમામ જીવ તમારું શરણ લઈ ભક્તિધારાને પ્રેમરૂપી આજ્ઞાના મહાસાગરમાં પરિણમાવે. હે જિન! તમારી આજ્ઞાથી, તમારી વાણીને તથા બોધને શબ્દદેહ આપવાનું આ કપરું કાર્ય, તમારા ચરણકમળની પરાભક્તિમાં તરબોળ બની, કરવાના પુરુષાર્થને સફળ કરવા માટે ખૂબ ખૂબ આભાર માની વંદીએ છીએ.”
૨૬૭