________________
સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ
પુરુષાર્થ શ્રી ગણધરાદિ આચાર્ય કરે છે. માટે આ પુરુષાર્થને સાથ આપવા માટે તેને ગણધરાદિ આચાર્યજીનો આજ્ઞારસ મળતો જાય છે.
આ ત્રણે માર્ગ માટે વિચારતાં સમજાય છે કે તેમાં માત્ર સાધુસાધ્વી, ઉપાધ્યાયજી અને આચાર્યજીનો સાથ મળે છે, તેમાં શ્રી અરિહંત પ્રભુ કે સિદ્ધપ્રભુના પ્રત્યક્ષ આન્નારસનો સાથ નથી. શ્રી પ્રભુ આમ હોવાનાં બે કારણો જણાવે છે -
૧. આ માર્ગનું આરાધન જીવ મુખ્યત્વે છઠ્ઠા અને સાતમા ગુણસ્થાને કરે છે. આ માર્ગમાં સાથ આપનાર સમાનકક્ષી હોવા જરૂરી છે, તેથી પૂર્ણનો આજ્ઞારસ એમાં કામ આવતો નથી.
૨. આન્નારસની ઉત્પત્તિ સંજ્ઞાના આધારથી સ્થૂળતાએ થાય છે. માટે જે સંજ્ઞાના ઉપયોગ સહિત છે એવા જ ઇષ્ટપ્રભુની ભાવના આ માર્ગે ચાલતા
જીવની ભાવના સાથે મેળ મેળવી શકે. જો બંનેના ભાવ એકબીજા સાથે તાલમેળવાળા હોય તો જ આજ્ઞારસની પ્રાપ્તિ થાય અને તો જ જીવને શુદ્ધિ તથા સિદ્ધિ મળે.
આ ઉપરાંત, શ્રી પ્રભુ આપણને સમજાવે છે કે જીવ પુરુષાર્થ આત્માર્થે તેમજ વ્યવહારાર્થે પણ કરે છે. તેમાં તેને સિદ્ધિ આવતાં તે વધુ આજ્ઞાધીન થતો જાય છે. જે જીવ આત્માર્થે આજ્ઞાધીન હોય એ પરમાર્થે સિદ્ધિને મેળવે છે, અને જે જીવ ૫૨માર્થે તથા વ્યવહારે આજ્ઞાધીન હોય છે તે સર્વોત્કૃષ્ટ સિદ્ધિને પ્રાપ્ત કરે છે.
જે માત્ર આત્માર્થે આજ્ઞાધીન છે તે મોહ તોડે છે, પણ સુખબુદ્ધિ તોડતો નથી. જે બંને પ્રકારે આજ્ઞાધીન છે તે મોહ તેમજ સુખબુદ્ધિ બંને ક્ષય કરવામાં સફળ થાય છે. આ ક્ષયથી એ જીવ જુદા પ્રકારનું ફળ મેળવે છે.
સંવર પ્રેરિત મહાસંવ૨ના માર્ગમાં (સ્વકલ્યાણના પરમાણુ ગ્રહનાર) વૈરાગ્ય પ્રેરિત વીતરાગતા જીવને મળે છે. જેમાં સંસારનો નકાર એ મુખ્ય હેતુ છે, અને સ્વકલ્યાણ મુખ્ય સ્થાને આવે છે.
૨૬૫