________________
સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ
આવો શુધ્ધ આહાર ગ્રહણ કરવાનો લક્ષ જીવને પોતાના વિહારને અનુલક્ષીને હતો, તેથી પ્રભુએ આ માર્ગને “સંવર પ્રેરિત મહાસંવર’ માર્ગ તરીકે ઓળખાવ્યો છે. આહારની વિશુદ્ધિમાં આ જીવના ભાવ મુખ્યતાએ સ્વકલ્યાણના છે. અને તેના ભાવાનુસાર આજ્ઞારસ મળે છે. આવા ભાવ મુખ્યતાએ સાધુસાધ્વીજી ભાવે છે, કેમકે તેઓ મુખ્યત્વે સ્વકલ્યાણના પુરુષાર્થમાં રહ્યા હોય છે. આવો આજ્ઞારસ થોડા અંશે ઉપાધ્યાયજીમાં અને અલ્પાંશે આચાર્યજીમાં આવે છે.
૭. સંજ્ઞી જીવનું કલ્યાણ પ્રેરિત મહાસંવર માર્ગનું આરાધન સંવરપ્રેરિત મહાસંવર માર્ગમાં જીવ સ્વકલ્યાણાર્થે આહાર કરે છે. તેમ કરતાં તેને જે સાધુસાધ્વીજીનો આજ્ઞારસ મળે છે, તેમાં કલ્યાણના ભાવની ઝાંય હોય છે. આ રસ
જ્યારે અમુક હદ સુધી પહોંચે છે ત્યારે તે જીવને, પોતાને મળેલી પરમાર્થ સિદ્ધિ બીજાને આપવાના ભાવ થાય છે. એ ભાવ ઉગ્ર થઈ, બીજાને સકામપણે કલ્યાણના ભાવ આપવાની ઇચ્છા જોર કરે છે. આ ભાવને સહાયક થાય છે શ્રી ઉપાધ્યાયજીનાં કલ્યાણનાં પરમાણુઓ, જેને જીવાત્મા ગ્રહણ કરે છે.
આ કલ્યાણનાં પરમાણુઓમાં જીવને ઉપાધ્યાયજીએ મુખ્યતાએ સેવેલા પરકલ્યાણના ભાવનો અનુભવ થાય છે. પરકલ્યાણના ભાવ કરવાથી એ જીવની સુખબુદ્ધિનો ઘણા અંશે નાશ થાય છે. કેમકે તેને પોતાનાં સ્વસુખનો ત્યાગ કરી, પરકલ્યાણ માટે પોતાની સર્વ શક્તિઓ અને સિદ્ધિઓ વાપરવાના ભાવ રહે છે. આવા ભાવ શ્રી ઉપાધ્યાયજીને વર્તતા હોય છે. તેઓ પોતાના આત્મિક વિકાસને મહત્ત્વ આપવા કરતાં સ્પૃહા સહિત, અન્ય જીવોને બોધ આપવાનું કાર્ય કરતા હોય છે. આમ તેઓ સ્વકલ્યાણને અકામપણું આપે છે અને પરકલ્યાણના પુરુષાર્થને તેઓ સકામપણું બક્ષે છે. આ જ પ્રક્રિયા કલ્યાણ પ્રેરિત મહાસંવર માર્ગમાં ચાલતો જીવ કરે છે.
આ જીવ પરકલ્યાણ કરવાના ભાવથી જ આહાર કરે છે, અને એ ભાવના આધારે તેના વિહાર તથા નિહાર પણ પરકલ્યાણના હેતુરૂપે હોય છે. આ શુદ્ધિ
૨૬૩