________________
સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ
માર્ગમાં સર્વોત્કૃષ્ટ શુદ્ધિ સમાયેલી નથી. આ પછીના ત્રણે માર્ગમાં જીવ વિહાર તથા નિહારને કાં તો મહાસંવરના માર્ગ જેટલા શુદ્ધ કરે છે, અથવા તો તેથી પણ વિશેષ શુદ્ધ કરે છે. આની સાથે સાથે આહારની શુદ્ધિ માટે સકામ પુરુષાર્થ કરવા પણ તે મથે છે. પ્રભુની કૃપાથી તે સફળ પણ થાય છે.
સકામ શુધ્ધ આહાર મુખ્યત્વે ત્રણ પ્રકારે છેઃ સ્વકલ્યાણનાં પરમાણુરૂપે, પરકલ્યાણનાં પરમાણુરૂપે અને સ્વાર કલ્યાણના પરમાણુરૂપે જીવ (સકામ શુધ્ધ આહાર) ગ્રહણ કરે છે. આ ત્રણે ત્રણ પ્રકારના શુધ્ધ આહારગ્રહણના ભિન્ન ભિન્ન પુરુષાર્થના આધારથી પ્રગટતી ત્રણ જાતની સિદ્ધિઓ ત્રણ જુદા માર્ગનું પ્રતિનિધિત્વ કરે છે. એનો ભેદ શ્રી પ્રભુ પરમ કરુણાભાવથી ખોલે છે. ૧. પરમ વિશુદ્ધ સ્વકલ્યાણનાં પરમાણુના સકામ આહારથી સંવર પ્રેરિત
મહાસંવર માર્ગનું સ્થાપન થાય છે. ૨. પરમ વિશુદ્ધ પરકલ્યાણનાં પરમાણુના સકામ આહારથી કલ્યાણ પ્રેરિત
મહાસંવર માર્ગનું સ્થાપન થાય છે. ૩. પરમ વિશુદ્ધ સ્વાર કલ્યાણનાં પરમાણુના સકામ આહારથી આજ્ઞા પ્રેરિત,
કલ્યાણ પ્રેરિત મહાસંવર માર્ગનું સ્થાપન થાય છે. આ માર્ગોની યથાર્થ સમજણ શ્રી પ્રભુની કૃપાથી અને આજ્ઞાથી મેળવી શકાય છે. સંજ્ઞા જીવને ભૂત, વર્તમાન અને ભાવિના ભાવનો કર્તા તથા ભોકતા કરે છે. આત્મિક સ્વભાવના ભાવ માત્ર વર્તમાનભાવ પ્રેરિત છે, તેમાં નથી પૂર્વભાવનું નિમિત્ત કે નથી ભાવિભાવનું નિમિત્ત. તેથી વર્તમાનકાળની આ મર્યાદાનો ભંગ કરી જીવ
જ્યારે સંજ્ઞાના આધારે ભૂત કે ભવિષ્યના ભાવ કરે છે ત્યારે એ આત્માની સહજ સ્થિતિનો ત્યાગ કરી, ભૂત ભવિષ્યની વિભાવવાળી પર્યાયમાં અશુદ્ધ આહાર ગ્રહણ કરે છે. શરીરની અશુદ્ધિનો ત્યાગ આપણે શુદ્ધ આહારથી કરીએ છીએ. એ જ પ્રમાણે જીવ આ વિભાવરૂપી અશુદ્ધ આહારને આજ્ઞારસના ધારક એવા કલ્યાણનાં પરમાણુના
૨૬૧